HomeToday Gujarati NewsProtest Again Quarry Stone: માંડવી તાલુકામાં કવોરી સ્ટોનનો વિરોધ યથાવત, વિરોધ પ્રદર્શનને...

Protest Again Quarry Stone: માંડવી તાલુકામાં કવોરી સ્ટોનનો વિરોધ યથાવત, વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ કાફલો સ્થળ પર – INDIA NEWS GUJARAT

Date:

Protest Again Quarry Stone: ધારાધોરણ અંતર્ગત બ્લાસ્ટિંગ થાય એવી માંગ

માંડવી તાલુકાના અરેઠ ગામે આવેલ કવોરી સ્ટોનનો વિરોધ ફરી એકવાર ગ્રામજનોએ કર્યો હતો. ગ્રામજનોએ કરેલ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

કવોરીના વિરોધમાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો

સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે છેલ્લા કેટલાક દિવસોથી ગામની સીમમાં ધમધમી રહેલ કવોરી સ્ટોન વિરૂદ્ધ સ્થાનિકો એ બાયો ચડાવી છે. અને કવોરી સ્ટોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ગ્રામજનો એકઠા થયા હતા અને સંપૂર્ણ ગામ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના વિરોધને લઈને જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે ગ્રામજનોએ પોલીસને મચક ન આપતા તમામ આગેવાનોને ડીટેઈન કરતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી.

Protest Again Quarry Stone: બ્લાસ્ટિંગથી ગ્રામજનોની ઊંઘ હરામ થઈ

અરેઠ ગામની સીમમાં ધમધમી રહેલ કવોરી સ્ટોનનો કારણે ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. કવોરી સ્ટોનમાં કરવામાં આવતા બ્લાસ્ટને લઈને સ્થાનિકો ધરતીકંપ જેવા આંચકા અનુભવી રહ્યા છે. તેમજ બાંધકામોને મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ગ્રામજનો સ્ટોન ક્વોરીના વિરોધમાં ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતાઓ છે. સ્થાનિક નેતાઓ મધ્યસ્થી કરી સુખદ અંત લાવે એ હાલ જરૂરી બન્યું છે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories