HomeBusinessDaimond Jewelers Seeking Help : રત્નકલાકારો માટે સરકાર પાસે સહાયની માંગ, 38...

Daimond Jewelers Seeking Help : રત્નકલાકારો માટે સરકાર પાસે સહાયની માંગ, 38 રત્નકલાકારોના આપઘાતને લઈને સરકાર મદદ કરે – India News Gujarat

Date:

Daimond Jewelers Seeking Help : ડાયમંડ વર્કર યુનિયન દ્વારા શ્રમ અને રોજગાર મંત્રીને રજૂઆત. રતનદીપ યોજના ફરી શરૂ કરવા માંગ કરાય.

રત્નકલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજુઆત

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની અસર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. તેવામાં રત્નકલાકારોના હિતમાં સુરતની ત્રણ સંસ્થા શ્રમ અને રોજગાર મંત્રીને મળી રજુઆત કરી હતી. જેમાં રત્નકલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજુઆત મંત્રીને કરાઈ હતી. મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કર્યું હતું.

પૂરતું કામ મળી રહેતું નહીં હોવાના કારણે આર્થિક સંકડામણનો સામનો

હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ જોવા મળ્યું હતું. જેમાં અનેક રત્નકલાકારો અટવાઈ ગયા હતા. આર્થિક સંકળામણના કારણે છેલ્લા પાંચ મહિનામાં અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કરી લીધા હતા. ખાસ દિવાળીના એક મહિના પહેલાથી જ હીરાઉદ્યોગની હાલત કફોડી બની હતી. જોકે છેલ્લા થોડા દિવસથી તેમાં થોડાક અંશે સુધારો જોવા તો મળ્યો છે. પરંતુ રત્નકલાકારોને પૂરતું કામ મળી રહેતું નહીં હોવાના કારણે આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. તેના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જે રીતે રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. તેવી જ જાહેરાત કરવામાં આવે તેવી માંગણી સાથે રૂબરૂ મળી. અને શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને ડાયમંડ–વર્કર યુનિયન અને જેજીઈપીસી અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટયૂટ દ્વારા માંગ કરવામાં આવી છે.

Daimond Jewelers Seeking Help : આર્થિક ભીંસને કારણે રત્નકલાકારોમાં આપઘાતના બનાવોમાં પણ વધારો

હીરાઉદ્યોગમાં ૨૦ લાખથી વધુ રત્નકલાકારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પર નિર્ભર છે. તેમાં અનેક મુસીબતો આવી જેમકે કોરોના, રશિયા યૂક્રેન યુદ્ધ, ઇઝરાયેલનું યુદ્ધ આ બધાના કારણે હીરાઉદ્યોગની હાલતમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. તેમાં પણ દિવાળીથી ત્રણ મહિના સુધી રત્નકલાકારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આવા સમયે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા, રત્નદીપ યોજના, વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તો રત્નકલાકારોને ઘણો ફાયદો થાય તેમ છે. સાથે સાથે આર્થિક ભીંસને કારણે રત્નકલાકારોમાં આપઘાતના બનાવોમાં પણ વધારો થઇ રહ્યા છે. છેલ્લા 5 મહિના માં 38 જેટલા રત્નકલાકારો એ આપઘાત કરી લીધા હતા.

Daimond Jewelers Seeking Help : સમગ્ર મામલે મંત્રી દ્વારા પણ તાત્કાલિક રત્નકલાકારોની માંગ પર અભ્યાસ કરવા સૂચન

આવા રત્નકલાકારના પરિવારને આર્થિક સહાય આપવા માટે પણ વિચારણા કરવામાં આવવી જોઇએ. સમગ્ર મામલે મંત્રી દ્વારા પણ તાત્કાલિક રત્નકલાકારોની માંગ પર અભ્યાસ કરવા સૂચન કરાયું છે. સુરતના રત્નકલાકારો હીરાને ચમક આપી રહ્યા છે. ત્યારે હાલ રત્નકલાકારો મૂંઝવણમાં છે તેવામાં સુરતની મુખ્ય ત્રણ રત્નકલાકારો માટે કામ કરતી શાખાઓ દ્વારા. પ્રથમ વખત એકઠા થઇ શ્રમ અને રોજગાર મંત્રીને રજુઆત કરી રત્નકલાકારોને મદદ કરવા રજુઆત કરી છે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories