હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અનેક રત્નકલાકર બેકાર
રત્નદિપ યોજના શરૂ કરવા ડાયમંડ વર્કર યુનિયનની માંગ
અંદાજે 10000 થી વધુ રત્નકલાકારો નોકરી ગુમાવી ચૂક્યા
રશિયા યુક્રેન યુદ્ધ સહિત વૈશ્વિક મંદીની અસર
સુરત માં હીરા ઉદ્યોગ માં મંદી ના વાદળો ઘેરાઈ રહ્યા છે જેને પગકે રત્નકલાકારો ની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ચૂકી છે. જેથી સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નદીપ યોજના શરૂ કરાઇ તેવી સરકાર સામે માંગ મૂકી હતી..
હાલ રશિયા યુક્રેન ના યુદ્ધ વચ્ચે હીરા માર્કેટ ખૂબ મંદ ચાલી રહ્યું છે.. બીજી તરફ ચીન માં પણ લોકડાઉન હતું જેના કારણે હીરા ની માંગ વૈશ્વિક લેવલે ઘટી છે.. જેની સીધી અસર રત્નકલાકારો પર થઈ હતી.. હીરા ઉદ્યોગ માં મંદી આવતા જ રત્નકલાકારો ને છુટા કરાઈ રહ્યા છે સાથેજ કામ ની કલાકો પણ ઘટાડી દેવામાં આવી રહી છે.. ફિક્સ પગાર ધારક તેમજ છૂટક કામ કરતા રત્નકલાકારો ને કામ માટે ફાંફાં પડી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે… જેના કારણે રત્નકલાકારો ને પોતાનું આર્થિક ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે.. હીરા માં ઉનાળુ વેકેશન પહેલા મંદી ને લઈ હીરા ઉદ્યોગકારો ચિંતા માં મુકાયા છે.. બીજી તરફ રત્નકલાકારો ને ન્યાય આપવા માટે ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે.. જે રીતે 2008 ની વૈશ્વિક મંદી માં સરકાર દ્વારા રત્નદીપ યોજના લાગુ કરાઈ હતી.. તેવીજ રીતે અત્યાર ના મંદી ના સમય માં રત્નદીપ યોજના લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી..
રમેશ ભાઈ જિલરીયા, ડાયમંડ વર્કર યુનિયન પ્રમુખ
આ યોજના થકી રત્નકલાકારો નું ઘર ગુજરાન ચાલી શકે તેમ છે.. સાથેજ હીરાનું કામ શીખવા માટે સરકાર દ્વારા જે ભથ્થું અપાય તેના થકી તેમને મંદી માં ફાયદો થશે.. જેથી રત્નકલાકારો ના હિત ને ધ્યાને લઇ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર સમક્ષ રત્નદીપ યોજના લાગુ કરવા માંગ કરાઈ હતી..
હીરા ઉદ્યોગ પર ઘેરાતું મંદીના વાંદળો
રશિયા યુક્રેન યુદ્ધ ના કારણે ઘેરાયા મંદીના વાદળો
હજારો રત્નકલાકાર બેકારી ના ખપ્પરમાં હોમાય જાય એવી ભીતી
ઉનાળુ વેકેસન 10 ના બદલે 30 દિવસનું જાહેર થવાની શરૂઆત
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નદીપ યોજના શરૂ કરવા માંગ
2008 ની મંદીમાં સરકાર દ્વારા રત્નદીપ યોજના શરૂ કરવામાં આવી હતી
અત્યાર સુધી 10000 થી વધુ રત્નકલાકાર નોકરી ગુમાવી ચૂક્યા છે