Departmental Negligence – 34 લાખના ખર્ચે તૈયાર થયેલો બાગ અસામાજિકોનો અડ્ડો બન્યો: India News Gujarat
- Departmental Negligence : વલસાડ નગર પાલિકા દ્રારા રખોડીયા તળાવ પાસે 34 લાખના ખર્ચે બનાવવામાં આવેલ બાગ નું લોકાર્પણ ન થતા બાગ નાના બાળકો નહિ પરંતુ અસામાજિક તત્વો માટે લાભદાયી બન્યો છે બાળકો માટે મુકવામાં આવેલા સાધનો તૂટ્યા તો બાગમાં લાગેલી સોલાર લાઈટો ચોરાઈ ગઈ છે..
બાગનું લોકાર્પણ ન થતાં સવા વર્ષથી બંધ- સોલાર લાઇટો પણ ચોરાય ગઈ- તમામ સાધનો કાટ ખાઈ ગયા
- Departmental Negligence : રાજ્ય સરકારની અમૃતમ યોજના હેઠળ વલસાડ નગર પાલિકા દ્રારા ૩૪ લાખ રૂપિયાના ખર્ચે ત્યાર કરવામાં આવેલ રાખોડયા તળાવ ગાર્ડન સાવા વર્ષ થી બનીને ત્યાર છે ત્યારે પાલિકા દ્રારા બાગ નું લોકાર્પણ ન કરવામાં આવતા બાગ બંજર બન્યો છે સાથે રાત્રી દરમિયાન અસામાજિક તત્વોનો અંડો બનવા પામ્યો છે
- બાગની અંદર બાળકો માટે રમત ગમતના સાધનો જેમાં હિંચકા, લસરપટ્ટી સહિતના સાધનો, જીમના સાધનો, સિનિયર સિટીજનો માટે બાંકડાઓ, સુશોભિત પ્લાન્ટ્સ, હરિયાળી લૉન, ૧૮ સોલાર લાઇટો મુકવામાં આવી હતી. બાગ સંપૂર્ણપણે તૈયાર થઇ જતા આશરે સવા વર્ષ પહેલા કોન્ટ્રાકટરે પાલિકા તંત્રને સુપ્રત કરી દીધો હતો.
- પરંતુ પાલિકાનો શાસક પક્ષ બાગનું લોકાર્પણ ભાજપના મોટા ગજાના નેતા પાસે કરાવવા માંગતો હોવાથી બાગના મુખ્ય ગેટ પર તાળા મારી દેવાયા હતા. જે આજે સવા વર્ષ પછી પણ ખોલવામાં નહીં આવતા, અંદર મુકેલા મોટાભાગના સાધનો કાટ ખાવા માંડ્યા છે. સાથે સોલાર લાઇટના ૧૦ પોલ ઉપરથી બલ્બ અને સોલાર પેનલો ચોરાઇ ગઈ છે. ત્રણ હિંચકાના પોલ તો છે પરંતુ તેના પરના હિંચકા દેખાતા નથી.
- તો બાગના અંદર બેસાડેલી ટાઇલ્સો ઉખડી ગઇ છે. સરકારે આપેલા ૩૪ લાખ રૂા.ને પાલિકાએ પાણીમાં નાંખી દીધા છે તેવો બળાપો સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો. આમતો આ પાલિકા દ્રારા નાના બાળકો અને સિનિયર સીટીઝન માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ સવા વર્ષ થી બંધ રહેતો આ બાગ અસામાજિક તત્વો માટે લાભદાઈ બન્યો છે અસામાજિક તત્વો દ્રારા રાત્રી દરમિયાન આ બાગમાં કોઈ પણ ન હોય અને સવા વર્ષ થી બંધ હોવાથી અસામાજિક તત્વો બાગના અંદર દારૂ પીવા માટે આવતા હોવાનું સામે આવ્યું છે
તમે આ પણ વાંચી શકો છો –
IT Refund :જો કરશો આ 5 ભૂલતો IT Department અટકાવશે તમારું રિફંડ
તમે આ પણ વાંચી શકો છો –
IT Department: હોસ્પિટલોમાં ફ્રી સેમ્પલ લેનારા ડોક્ટરોએ હવે ભરવો પડશે ટેક્સ