HomeGujaratSelvas Shobha Yatra : સેલવાસમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા, વિવિધ મંદિરોમાં રામ જન્મોત્સવની...

Selvas Shobha Yatra : સેલવાસમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા, વિવિધ મંદિરોમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી – India News Gujarat

Date:

Selvas Shobha Yatra : શોભાયાત્રા બાદ રાખવામાં આવેલી મહાપ્રસાદી ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો.

મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા

સેલવાસમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા અને વિવિધ મંદિરોમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શોભાયાત્રા બાદ રાખવામાં આવેલી મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા. રામનવમીના દિવસે યોજાયેલા વિવિધ કાર્યક્રમો થી સમગ્ર માહોલ રામમય બની જવા પામ્યું હતું.વિવિધ મંદિરોમાં આયોજિત કાર્યક્રમોમાં ખુબજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈ પાવનપર્વની ઉજવણી કરી હતી.

Selvas Shobha Yatra : ભગવાન રામના જન્મ દિવસ નિમિત્તે રામનવમી શોભા યાત્રાનું આયોજન

દાદરા નગર હવેલીમાં રામનવમીના પાવન પર્વ નિમિતે સેલવાસ રામજી મંદિર,દાદરા રામજી મંદિર,કિલવણી નાકા જલારામ મંદિર,આમલી હનુમાન મંદિર અને નરોલી ગામના જલાસાંઇ મંદિર સહિત વિવિધ મંદિરોમા રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજ્ઞ ભજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.તથા મહાપ્રસાદનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત હિન્દૂ સંગઠન સેલવાસ દ્વારા ભગવાન રામના જન્મ દિવસ નિમિત્તે રામનવમી શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રા આમલી સ્થિત બાલાજી મંદિરેથી નીકળી છત્રપતિ શિવાજી રાજે ચોક, ટોકરખાડા, મથુરા સ્વીટ, કિલવની નાકા, ઝંડા ચોક, સરસ્વતી ચોક થઈને બાલાજી મંદિર ગ્રાઉન્ડ પર પૂર્ણ થઈ હતી.ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.આ શોભાયાત્રામાં સમગ્ર દાદરા નગર હવેલી માંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

Voting Awareness: સુરતમાં મતદાન જાગૃતિ અભિયાન, સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ

તમે આ પણ વાંચી સકો છો :

Ram Navami Mahotsav : પુરુષોત્તમ ભગવાનશ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય, દિવસ શ્રી રામ નવમી નાં પાવન અવસરે રામોત્સવ

SHARE

Related stories

Latest stories