HomeGujaratWater Scarcity: ડાંગ જિલ્લાના લોકો કરી રહ્યા છે પાણી માટે સંઘર્ષ,કોઈપણ પ્રકારની...

Water Scarcity: ડાંગ જિલ્લાના લોકો કરી રહ્યા છે પાણી માટે સંઘર્ષ,કોઈપણ પ્રકારની મદદ મળી નથી -INDIA NEWS GUJARAT

Date:

Water Scarcity: ડાંગ જિલ્લાના ટાંકીલપાડ ગામમાં લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યાં છે અને તંત્ર દ્વારા પણ તેમને કોઈપણ પ્રકારની મદદ નહીં કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.

Water Scarcity: ટેન્કરથી લોકોને પાણી પહોંચાડવામાં આવે એવી લોક માંગ

ડાંગ જિલ્લામાં રહેતા લોકોની જરૂરિયાત અને સિંચાઈ માટે પાણી ની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કરોડો રૂપિયાની વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. પરંતુ આ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ દરવર્ષે લોકોએ પાણી માટે વલખાં મારવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. અધિકારીઓ અને નેતાઓ આ કુદરતી અને ભૌગોલિક પરિસ્થિતિ ને કારણે બનતી સમસ્યા કહી રહ્યા છે ત્યારે ટાંકલીપાડા ગામના લોકોની પરિસ્થિતિ કઈક જુદી છે. આ ગામમાં પાણી માટે વલખાં મારતા લોકોની મદદ કરવાનો બદલે તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચ રાજરમત રમી રહ્યા છે.

ગામ લોકોનું માનીએ તો પાણી લાવવા માટે ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ કરવા દેતા નથી પરિણામે ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દુરદુર ભટકવું પડે છે. ગામની મહિલાઓ અને પંચાયતના સભ્ય આ મામલે રાજરમત રમાતી હોવાની ફરિયાદ કરી રહયા છે. ધારસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી લોકોને પાણી પહોંચડવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે.

ધારાસભ્યની ગ્રાન્ટ માંથી લેવામાં આવેલા ટેન્કર શોભાના ગાઠિયા સમાન બનતા ગ્રામજનો અકળાઈ ઉઠ્યા છે.હાલ પડી રહેલી ગરમીમાં પાણીની અછતના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ તોળાઈ રહ્યો છે.

તમે આ પણ વાંચી સકો છો :

Run For Vote: ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ, વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા 

તમે આ પણ વાંચી સકો છો :

Election Work Checking : તમામ સ્થળે ચૂંટણી કામગીરીની સમીક્ષા, ચૂંટણીલક્ષી ઇ.વી.એમ મશીન સાહિત્ય લઈ બુથ ખાતે રવાના

SHARE

Related stories

Latest stories