સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના પગલે પાકને ભારે નુકસાન
હવામાન વિભાગની આગાહીને કારણે થોડા સમય પહેલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોંસમી વરસાદ વરસ્યો હતો.ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં થોડા દિવસ પહેલા હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કમોસમી વરસાદની આગાહી કરી હતી. અને તે સમયે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. જેના કારણે શિયાળુ પાક જેવાકે ઘઉં, જીરું, ધાણા ,કપાસ વગેરે પાકોમાં નુકશાનની ભીતિ સેવાઇ હતી. ચણામાં પણ લીલી ઈયળો પડી જતા ચણાના પાકને પણ ઘણું નુકસાન થયું છે.યાત્રાધામ વિરપુરના ઘણા ખેડૂતોએ પોતાના પાકો પર રોટાવેટર ફેરવી નુક્શાની સહન કરી ઓઢીને રોવાનો વારો આવ્યો છે.