HomeGujaratભરૂચના કલાસીસમાં કોરોના ગાઈડલાઈન ભંગ

ભરૂચના કલાસીસમાં કોરોના ગાઈડલાઈન ભંગ

Date:

કોરોના કાળમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી છે. પરંતુ હવે જયારે પરિસ્થિતિમાં સુધાર આવી રહ્યો છે અને બધું ધીંમે દીમે પાછું નોર્મલ થઇ રહ્યું છે. પણ હજી પણ સ્કૂલ કે કલાસીસ શરૂ કરીને તંત્ર વિદ્યાર્થીઓના જીવ સાથે છેડા કરતુ હોય એવું લાગી રહ્યું છે. અને એવો જ એક બનાવ ભરૂચમાં સામે આવ્યો છે. ભરૂચમાં ખાનગી ક્લાસીસો ધમધમી રહ્યા છે. જેને પગલે પોલીસે ચેકીંગ હાથ ધરતા શ્રવણ ચોકડી નજીક શિલ્પી સ્કવેર શોપિંગ સેન્ટરમાંથી ખાનગી કોમ્પ્યુટર ક્લાસીસ ઝડપાયું છે. ક્લાસીસમાં આશરે 40થી વધુ વિદ્યાર્થીઓને બોલવામાં આવ્યા હતા.જ્યાં ના તો સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું કે ના તો વિદ્યાર્થીઓએ માસ્ક પહેર્યું હતું. પોલીસે રેડ કરી કોમ્પ્યુટર ક્લાસીસના માલિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કોરોના કાળમાં પૈસાના લોભિયાઓ પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે શું કામ આ લોકો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે રમત રમી રહ્યા છે.

SHARE
- Advertisement -

Related stories

Latest stories