HomeGujaratઅમદાવાદમાં વાતાવરણ થયું શુદ્ધ , લોકડાઉનના કારણે થયો ફાયદો

અમદાવાદમાં વાતાવરણ થયું શુદ્ધ , લોકડાઉનના કારણે થયો ફાયદો

Date:

ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં નાના-મોટા ઉદ્યોગો અને વાહનોને કારણે પ્રદુષણના સ્તરમાં વધારો થયો હતો. જો કે, લોકડાઉનના કારણે વેપાર-ધંધા બંધ રહેતા તેની સારી અસર પણ જોવા મળી છે. મેગાસિટી અમદાવાદમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં એર ક્લોટી ઈન્ડેશ એટલે કે ઓક્યુઆર 300ની આસપાસ નોંધાયો હતો. આ ઉપરાંત શહેરના પીરાણા ખાતે 348 એક્યુઆઇ, એરપોર્ટમાં 345, રાયખડમાં 337, રખિયાલમાં 317 AQI નોંધાયું હતું. જો કે, હાલ અમદાવાદની હવા પહેલાની સરખાણીમાં સવારે શુધ્ધ છે. અમદાવાદનો હાલનો એક્યુઆઈ 70ની આસપાસ થઈ ગયો છે. એટલે કે ચારેક મહિના પહેલા અમદાવાદમાં પ્રદુષણનું સ્તર હાલની સ્થિતિએ ચાર ગણાથી પણ વધારે હતું.

કોરોના મહામારીને કારણે આપવામાં આવેલા લોકડાઉનના કારણે અમદાવાદનું વાતાવરણ શુદ્ધ થયાનું મનાઈ રહ્યું છે. લોકડાઉનમાં વેપાર-ઉદ્યોગો બંધ હતા. તેમજ માર્ગો પર વાહનોની અવર-જવર પણ બંધ હતી. જેના કારણે પ્રદુષણમાં ખુબ જ ઘટાડો થયો હતો. જેની અસર હાલ જોવા મળી રહી છે. હાલ અમદાવાદનો એક્યુઆર ઘટીને ડબલ ફીગરમાં આવી ગયો છે. તેમજ એરપોર્ટમાં 66, રાયખડમાં 84, રખિયાલમાં 72 અને પીરાણામાં 69 AQI નોંધાયોં હતો. અમદાવાદમાં પ્રદુષણનું સ્તરમાં સુધારો કરવા માટે વહીવટી તંત્રની સાથે સામાજીક સંસ્થાઓ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે. હવે વેપાર-ઉદ્યોગ ફરીથી ધમધમતા થયાં છે. એટલું જ નહીં માર્ગો ઉપર પણ વાહનોની અવર-જવર જોવા મળે છે. જેથી આગામી દિવસોમાં પ્રદુષણનું સ્તર વધે તો નવાઈ નહીં…..

SHARE

Related stories

Latest stories