સ્વચ્છતા હી સેવા: મહા-શ્રમદાન
CISFના સદસ્યોએ સુવાલી બીચની સફાઈ કરી સ્વચ્છતા માટે ‘શ્રમ યોગદાન’ આપ્યું
CISF યુનિટ (KGPP કવાસ), NTPC મેનેજમેન્ટના કર્મચારીઓસફાઈ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાયા
તા.૨ ઓકટોબરે દેશના રાષ્ટ્રપિતા અને આઝાદીના મુખ્ય લડવૈયા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણીના અવસરે દેશમાં સ્વચ્છ ભારતની નેમ હેઠળ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે સ્વચ્છતાના પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તા.૧લીએ ‘એક તારીખ, એક કલાક મહાશ્રમદાન’ ઝુંબેશ અંતર્ગત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ- CISF યુનિટ KGPP કવાસના ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી સુરેન્દ્ર કુમાર સોંકરિયાના નેજા હેઠળ CISF દળના સદસ્યોએ સુવાલી બીચ પર સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. જેમાં એનટીપીસીના એચઓડી શ્રી ડી.કે.દુબે, NTPC મેનેજમેન્ટના કર્મચારીઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આસપાસના ગ્રામજનો, નાગરિકો જાગૃત્ત થાય એ માટે આયોજિત આં ઝુંબેશમાં સ્વચ્છતા જાગૃતિના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.