BJP Campaign: શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોરે કાર્યકરો સાથે હોડીમાં બેસી મહીસાગર જિલ્લાના કડાણાના રાઠડાબેટ ખાતે જન સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. તેમણે અનોખી રીતે પ્રચાર કરી પ્રચાર શરૂ કર્યો હતો તેમજ આ વિસ્તારના લોકો પાસે વિકાસને લઈ મતની માંગણી કરી હતી.
જશવંતસિંહ ભાભોર માટે માંગ્યા વોટ
આગમી 7 મે ના રોજ સમગ્ર રાજ્ય માં ચુંટણી યોજવાની છે ત્યારે તમામ ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસાર કાર્યક્રમો થી મતદારોને રિજવાનો પ્રયાસ આકરી રહ્યા છે. ત્યારે દાહોદ લોકસભામાં આવતા સંતરામપુર વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, સાંસદ જશવંતસિંહ ભાભોર માટે હોડીમાં સફર કરી પ્રચાર કરવા પોહચ્યા હતા. કડાણા ડેમના પાણીમાં મધ્યે આવેલો છે રાઠડા બેટ કે જ્યાં, અવર-જવર કરવા માટે માત્ર એક જળ માર્ગજ વિકલ્પ છે. ત્યારે મંત્રીજી પોતાના કાર્યકર્તાઓ સાથે હોડીમાં સવાર થઈ રાઠડા બેટ પ્રચાર અર્થે પોહચ્યા હતા.
BJP Campaign: પૂલની માંગણી મંજૂર કરી
અહીંયા અંદાજીત એક હજાર થી વધુ લોકો વસવાટ કરે છે જ્યાં 700 થી વધુ લોકોનું મતદાન છે. ત્યારે આવનાર સમયમાં અહીંયા પુલ બનાવવા માટે પણ કુબેરભાઈ ડીંડોરે વાત કરી છે. જેથી લોકોને નાવડીમાં સફર ન કરવી પડે અને પુલના માધ્યમથી લોકો કિનારે થી આસાનીથી રાઠડા બેટ પોહચી શકે. શિક્ષણ મંત્રીએ ‘ભાજપ ના વિકાસની નાવ’માં વિકાસના નામે પ્રચાર કર્યો હતો. તે સાથે શિક્ષણ મંત્રીએ છેલ્લા ઘણા સમય થી હોડી ખેચી પરિવહન કરતાં બેટ વિસ્તારના લોકો માટે પૂલની માંગણી પણ મંજૂર કરી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
Blood Sugar Control : સુગરને કંટ્રોલમાં રાખવા માટે સૂતા પહેલા આ પાંચ કામ જરૂર કરો
તમે આ પણ વાંચી સકો છો :
Kidney Health Tips : કિડનીના સારા સ્વાસ્થ્ય માટે અજમાવી જુઓ આ ટિપ્સ