HomeWorldFestivalNavratri festival- નવરાત્રીના પર્વને ગણત્તરીના દિવસો બાકી - India News Gujarat

Navratri festival- નવરાત્રીના પર્વને ગણત્તરીના દિવસો બાકી – India News Gujarat

Date:

નવરાત્રી ને લઈ ખેલૈયાઓમાં ઉત્સાહ.

Navratri festival: નવલા નોરતાને આડે હવે માત્ર બે જ દિવસ રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખેલૈયાઓ ગરબા કલાસમાં ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કાળમુખા કોરોનાને લીધે નવરાત્રીની ઉજવણી નહોંતી થઈ શકી. લોકોએ પોતાના ઘરે જ પૂજા આરતી કરીને નવરાત્રીનો પર્વ ઉજવ્યો હતો. ગત વર્ષે ચોક્કસ સંખ્યામાં ખેલૈયાઓ સાથે ગરબાને મંજૂરી અપાઈ હતી. ચાલુ વર્ષે સ્થિતિ અગાઉના બે વર્ષ કરતા નિયંત્રણમાં હોવાથી ગુજરાત સરકારે 12 વાગ્યા સુધી ગરબાને મંજૂરી આપી છે. જેને કારણે ખેલૈયાઓમાં ગરબાની રમઝટ બોલાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. India News Gujarat

ખેલૈયાઓની ગરબા કલાસમાં ગરબાની પ્રેક્ટિસ.

અરવલ્લી જિલ્લાની વાત કરવામાં અવાઈ તો હાલ ખેલૈયાઓ દ્વારા ગરબા રમવાની તૈયારીઓ થઈ રહી છે. ખેલૈયાઓ ડાન્સ ક્લાસમાં જઈને ગરબાની પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યાં છે. જિલ્લાના મોડાસા સહિત અન્ય તાલુકાઓમાં ખેલૈયાઓએ આજ રીતે ટ્રેડિશનલ ડ્રેસિંગ સાથે ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 વર્ષથી ખેલૈયાઓનો માનિતો તહેવાર બંધ હતો અને ખેલૈયાઓ ગરબે પણ ગુમી રહ્યા નથી. ત્યારે કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા સરકાર દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી ગરબાને મંજૂરી આપી છે, ત્યારે નવરાત્રીના આડે ગણતરીના બે જ દિવસો બાકી રહેતા ખેલૈયાઓ પોતાનો શોખ પુરો કરવા હાલ તો ડાન્સ ક્લાસિકમાં ગરબા શીખી રહ્યા છે

લોકોમાં જોવા મળ્યો અનેરો થનગનાટ.

યુવાનો માટે એક અનેરો પર્વ માનવામાં આવે છે. નવરાત્રી ને નાના મોટા યુવા વૃદ્ધો સહિતના લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે, તેમજ યુવક યુવતીઓ તો ગરબાની તૈયારીઓમાં એક માસ અગાઉથી લાગી જાય છે. તેમજ પોતાની ચણિયાચોળી સહિતના ડ્રેસીસો ની તૈયારીઓ કરતા હોય છે પરંતુ સાથે સાથે નવરાત્રીમાં ટેટુ પડાવી ગરબે રમવાનો પણ ક્રેઝ દિન પ્રતિદિન જોવા મળી રહ્યો છે, અને યુવક યુવતીઓ પોતાના શરીરના જુદા જુદા અંગ જેવા કે હાથ, બાવડા,પીઠ સહિતના અંગો પર પોતાના મનપસંદ ટેટુ કોતરાવી નવરાત્રીમાં તેમનો દેખાવ અન્ય વ્યક્તિઓ કરતા કંઈક અલગ લાગે તે પ્રકારની પ્રવૃત્તિઓમાં લાગી જતા હોય છે.

આ પણ વાંચો : Navratri Special : નવરાત્રીના ઉપવાસમાં આ ખોરાક તમને હાઈડ્રેટેડ રાખવામાં કરશે મદદ-India News Gujarat

આ પણ વાંચો : New Telecom Bill : વોટ્સએપ, એફબી મેસેન્જર, ટેલિગ્રામ કૉલ્સ કાયદાના દાયરામાં આવશે-India News Gujarat

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories