HomeWorldFestivalHoli 2024: બજારમાં ધાણા,ખજૂર, વગેરેની ખરીદી કરવા લાગી કતાર - INDIA NEWS...

Holi 2024: બજારમાં ધાણા,ખજૂર, વગેરેની ખરીદી કરવા લાગી કતાર – INDIA NEWS GUJARAT

Date:

Holi 2024: ફાગણ માસની પૂનમના દિવસે 24મી માર્ચને રવિવારના રોજ હોળીના તહેવારની તૈયારીઓ સર્વત્ર શરૂ થઈ છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં ધાણી, ચણા, ખજૂર, હરડા અને કોપરાની ખરીદી કરવા સર્વત્ર બજારોમાં કતારો જોવા મળી હતી.

Holi 2024: હોળી આવતા ડભોઇ બજારોમાં ભીડ ઉમટી

હોળીના તહેવારને હવે માત્ર એક દિવસ બાકી છે. ત્યારે શહેરની બજારોમાં મોટા પ્રમાણમાં ખજૂર અને ધાણીની ખરીદી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ભીડના અભાવે ઉદાસીનતા જેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હોળીના તહેવાર નિમિત્તે બજારમાં લોકોની ભીડ જોવા મળી હતી, જેથી વેપારીઓએ રાહત અનુભવી હતી. ડભોઇ સહિત આજુબાજુના ગામોના લોકો ડભોઇ ખાતે ખરીદી કરવા આવ્યા હતા અને બજાર ધમધમી ઉઠ્યું હતું. હોળીની વાત કરીએ તો તહેવારનો પહેલો દિવસ હોળી અને બીજા દિવસને ધુળેટી તરીકે ઓળખવામાં આવે છે. ફાગણ માસની પુનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે.

આ દિવસે સાંજના સમયે ગામના પાદર કે મુખ્ય ચોક જેવી જગ્યાએ ચણા અને લાકડાની ‘હોળી’ બનાવવામાં આવે છે. તે પછી બધા લોકો ત્યાં ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે અને શ્રીફળ, ધાણી, ચણા વગેરે જેવી પવિત્ર વસ્તુઓ વડે તેની પૂજા કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતે કરાયતી હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.

તમે આ પણ વાંચી સકો છો :

Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories