HomeBusinessNano Tech: સુરતની નેનોટેક કન્સલ્ટન્સી એ સેમિકન્ડક્ટર ના ઉત્પાદન માટે ઇન્ટેલ સાથે...

Nano Tech: સુરતની નેનોટેક કન્સલ્ટન્સી એ સેમિકન્ડક્ટર ના ઉત્પાદન માટે ઇન્ટેલ સાથે સહયોગ કર્યો – INDIA NEWS GUJARAT

Date:

— વરેલી-કામરેજ ફેસીલીટી પર ટૂંક સમયમાં જ સિવિલ વર્ક શરૂ કરવામાં આવશે

Nano Tech: સુરતમાં ઇન્ફોટેક સેક્ટરમાં અગ્રણી, નેનોટેક કન્સલ્ટન્સીએ વિશ્વમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ્સ અને સેમિકન્ડક્ટર્સની સૌથી મોટી ઉત્પાદક ઇન્ટેલ સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ(ઉત્પાદન) માટે સહયોગ કર્યો છે. આ અભૂતપૂર્વ સહયોગ વાસ્તવમાં “મેક ઇન ઇન્ડિયા” પહેલની ભાવના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી ટેક લક્ષ્યો સાથે સંરેખિત છે.

Nano Tech: વાઈબ્રન્ટ ગુજરાત પહેલ પછી આ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે

આ સીમાચિહ્નરૂપ પહેલના ભાગરૂપે, નેનોટેક કન્સલ્ટન્સી તેની કામરેજ સુવિધામાં સિવિલ વર્ક શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે, જે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની સ્થાપના તરફના નિર્ણાયક પગલાને દર્શાવે છે. આ વિકાસ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાનની વ્યાપક પહેલને પગલે થયો છે, જ્યાં મોટાભાગની ઇન્ફોટેક કંપનીઓએ સાણંદ અથવા ગિફ્ટ સિટીમાં સ્થાનો પસંદ કર્યા છે. કામરેજમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થાપવાનો નેનોટેક કન્સલ્ટન્સીનો આ નિર્ણય સ્થાનીય વિસ્તારમાં એક નવો પરિમાણ ઉમેરે છે. આ ઉપરાંત આ નિર્ણય, વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન નિર્ધારિત ઉદ્દેશ્યોને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

નેનોટેક કન્સલ્ટન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઇન્ટેલ સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારી સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારી આધુનિક ટેકનોલોજીને ઇન્ટેલની ઉત્પાદન ક્ષમતાઓ સાથે જોડીને અમે અમારા ગ્રાહકોને અદ્વિતીય સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતાઓ પહોંચાડવા માટે તૈયાર છીએ.”

નેનોટેક કન્સલ્ટન્સીના નેનોટેકનોલોજી, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં વ્યાપક ઉકેલો, ક્લાયન્ટ-સેન્ટ્રીક અભિગમ સાથે તેને જટિલ પડકારોનો બેસ્ટ ઉકેલ લાવવામાં અગ્રણી સ્થાન આપે છે. કંપની કાર્યક્ષમતા વધારવા અને નિર્ધારીત પરિણામો પ્રાપ્ત કરવા માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યાધુનિક સ્ટેટ ઓફ ધી આર્ટ સમસ્યા-નિવારણ સાધનો સાથે વ્યવસાયોને વધુ સશક્ત બનાવે છે.

આ કરાર/સહયોગ “મેક ઇન ઇન્ડિયા” અભિયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકનોલોજી ક્રાંતિના વિઝનને અનુરૂપ છે

આ સિદ્ધિમાં નેનોટેક કન્સલ્ટન્સીની મહત્વની ભૂમિકા અંગે એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “પ્લાન્ટની ક્ષમતા અને આ સુરત સ્થિત પ્રીમિયમ કન્સલ્ટન્સી દ્વારા ઇન્ટેલ સાથેનું સહયોગી વિઝન, ઇન્ફોટેક સેગમેન્ટમાં 360-ડિગ્રી સોલ્યુશન્સ પ્રદાન કરે છે, તે ખરેખર પ્રશંસનીય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, તે સુરત માટે અને ખાસ કરીને ગુજરાત માટે ખૂબજ ગર્વની ક્ષણ છે.”

નેનોટેક કન્સલ્ટન્સીની સફળતા તેના ગ્રાહકોની સફળતા સાથે આંતરિક રીતે જોડાયેલી છે. નવીનતા, વ્યૂહાત્મક સહયોગ અને ક્લાયન્ટ-સેન્ટ્રીક અભિગમ પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે કંપની ટેક્નોલોજી ઉદ્યોગમાં અગ્રણી છે. કામરેજમાં સ્થિત નેનોટેક કન્સલ્ટન્સી, અત્યાધુનિક ટેક્નોલોજીમાં મોખરે છે, જે નેનો ટેક્નોલોજી, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રોને આવશ્યકતા મુજબના ઉકેલો પ્રદાન કરવામાં વિશેષતા ધરાવે છે. કંપનીનો 11 વર્ષનો સફળ ટ્રેક રેકોર્ડ છે અને તે વિવિધ ક્ષેત્રો અને ભૌગોલિક વિસ્તારોમાં ગ્રાહકોને શ્રેષ્ઠ અને અજોડ ટેકનોલોજી સોલ્યુશન્સ ઓફર કરે છે.

તમે આ પણ વાંચી સકો છો :

Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories