વલસાડમાં ત્રણ અજાણ્યા ઈસમો એ અમુલ ગોલ્ડ દૂધ ની કરી ચોરી
વલસાડ જિલ્લામાં એક અજીબ ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. આ ટોળકી કોઈ કીમતી ચીજ વસ્તુ કે સામાન નહીં પરંતુ દૂધ ચોરી દુકાનદારો ને પરેશાન કરી રહી છે. આ વખતે વલસાડના વાંશિયરમાં એક દુકાન ની બહાર રાખેલા દૂધના કેરેટમાંથી ત્રણ ઈસમો દૂધની થેલીઓની ચોરી કરતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા .આથી દુકાનદારે આ સીસીટીવી ફૂટેજ સાથે વલસાડ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી.
બનાવની વિગત મુજબ વલસાડના વશિયર ગામમાં આવેલા સાઈનાથ સુપર માર્કેટ નામના એક દુકાનની બહાર વહેલી સવારે રાબેતા મુજબ દૂધની થેલી ભરેલા કેરેટ રાખેલા હતા. એ વખતે ત્રણ જેટલા શક્ષો દુકાનની સામે આ દૂધ ના કેરેટ પાસે આવી અને કેરેટમાંથી એક પછી એક અમુલ ગોલ્ડ દૂધની થેલીઓની ચોરી કરે છે.અને પલવારમાં જ ત્યાં થી ફરાર થઈ જાય છે. સવારે દુકાનદાર દુકાન પર આવતા કેરેટમાં દૂધની થેલીઓ ઓછી હોવાનું લાગતા તેને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આથી દુકાનદારે સીસીટીવી ફૂટેજ સાથે આ દૂધ ચોરો અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ દમણ, દાદરા નગર હવેલી અને વાપી આસપાસની વિસ્તારમાં દૂધની ચોરી કરતી ગેંગ દુકાનદારો માટે માથા.નો દુખાવો બની હતી .વહેલી સવારે દુકાનોની બહાર રાખેલા દૂધના થેલીઓ ભરેલા કેરેટ માંથી દૂધની થેલીઓ ચોરી કરી અને ફરાર થઈ જવાની ઘટનાઓ બહાર આવી ચૂકી છે. એક બે વખત આ દૂધ ચોરી કરતી ગેંગ ને પણ દુકાનદારોએ ઝડપી હતી જોકે તેમ છતાં ફરી એક વખત જિલ્લામાં દૂધ ચોરીની ઘટના સામે આવતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપ્યો છે જોકે અત્યારે તો દૂધની ચોરી કરતી આ ગેંગના સીસીટીવી દ્રશ્યો જોઈ દૂધની ચોરી જિલ્લામાં ચર્ચા નું કેન્દ્ર બની છે.