VNSGU Patrolling: ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં સાદા ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
VNSGU Patrolling: હાલ 53 વિદેશી વિદ્યાર્થી યુનિવર્સિટી ખાતે કરે છે અભ્યાસ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી VNSGUમાં અફઘાનિસ્તાનના 38, બાંગ્લાદેશના 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 53 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલમાં રહે છે. યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ હાથ ધરાશે. તેમજ જો કોઈ આવી ઘટના બને તો વ્હોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે. કુલપતિ ચાવડાએ કહ્યું કે, કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આવતા જતા તમામ લોકો પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવાની સાથે સાથે કડકમાં કડક પગલાં લેવાની તૈયારી કરવામાં આવી છે. સંકલન પણ કરવામાં આવી રહ્યું છે.
કોલેજ અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘણી વખત કોઈક બાબતો માં વિવાદ થતો હોય છે અને બાદમાં ઉશ્કેરાટમાં આવી જય વિદ્યાર્થીઓ ના જૂઠી વચ્ચે મારામારી જેવી ઘટના બનતી હોય ત્યારે આવી કોઈ ઘટના ના બને અને કોલેજ સહિત હોસ્ટેલની શાંતિ ભંગ ના થાય એમાટે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
Overbridge: ઓલપાડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત