HomeGujaratUnsuccessful Lover Attacks Girlfriend : વધુ એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવો હુમલો યુવકનો...

Unsuccessful Lover Attacks Girlfriend : વધુ એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવો હુમલો યુવકનો પ્રેમિકા પર સરાજાહેર ઘાતકી હુમલો, ગળુ કાપવા કરેલા વારથી યુવતી હીના બચી ગઈ – India News Gujarat

Date:

Unsuccessful Lover Attacks Girlfriend : યુવકે પ્રેમિકાની હત્યાનાં ઇરાદે હુમલો કરી છ ઘા માર્યા. દીકરીને બચવવા ગયેલી શિક્ષિકા માતાને પણ છાતીમાં ઊંડો ઘા ઝીંકયો. ઈન્સ્ટાગ્રામ ઉપર પાંગરેલો પ્રેમ લગ્નમાં નહીં પરિણમતાં પ્રેમિકા પર હુમલો. છ મહિના અગાઈ જ હીના અને પ્રતીક સંપર્કમાં આવ્યા હતા. પ્રતિકે જબરદસ્તી હિના ને મંદિર માં ફૂલહાર કર્યા હતા. પરિવારને પ્રતિક ન ગમતાં હીના એ ફૂલહારનો ઘટસ્ફોટ કર્યો. હિના અને શિક્ષિકા માતા હાલ હોસ્પિટલ માં સારવાર હેઠળ જહાંગીરપુરા પોલીસે સંખી પ્રેમી ની કરી ધરપકડ.

પરિવારજનોને મંજૂર ન હોવાથી યુવતીએ રજિસ્ટર કરવાની ના પાડી

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફત યુવકના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ મંદિરમાં એકબીજાને ફૂલહાર કરી કહેવાતા લગ્ન કર્યાં હતાં. પરંતુ આ લગ્ન યુવતીનાં પરિવારજનોને મંજૂર ન હોવાથી યુવતીએ રજિસ્ટર કરવાની ના પાડી દઈ સંબંધ તોડી નાખ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા યુવકે યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો.

એક્ટિવાની સ્પીડ વધારી દેતાં ગંદી ગાળો આપવા લાગ્યો હતો

એક તરફી પ્રેમમાં પાગલ પ્રતિક નામના આ યુવકે લગ્ન કરવા નહીં માંગતી પોતાની પ્રેમિકાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતીને ગંભીર ઇજા થતાં એને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માં વાઇ છે. ગતરોજ યુવતી એની મમ્મી અને ભાઈને એક્ટિવા પર લઈને પોતાના પપ્પાના ટ્યૂશન ક્લાસીસ પર જવા નીકળ્યાં હતાં. ત્યારે પ્રતીકે તેની એક્સેસ પર આવી એક્ટિવાની બાજુમાં લઈ આવી એક્ટિવા ઊભું રાખવા જણાવ્યું હતું. એક્ટિવાની સ્પીડ વધારી દેતાં ગંદી ગાળો આપવા લાગ્યો હતો. અને એક્ટિવાની બાજુમાં તેની પાસેની છરી વડે ડાબા હાથેથી યુવતીના ગળાના ભાગે વાર કરતાં યુવતી બચી ગઈ હતી. જેથી તે ફરીથી બાજુમાં આવી તેના ડાબા પગેથી એક્ટિવાને લાત મારતાં. યુવતી અને એની મમ્મી અને ભાઈ સાથે નીચે પડી ગઈ હતી. યુવતીનો ડાબો પગ એક્ટિવાની નીચે આવી ગયો હોવાથી એ કાઢતી હતી.

Unsuccessful Lover Attacks Girlfriend : મમ્મી વચ્ચે પડતાં તેને પણ ઘા માર્યો હતો

એ દરમિયાન પ્રતીક યુવતીની પાસે આવી એને જાનથી મારી નાખવાના ઇરાદે તેની પાસેની છરી વડે યુવતીના ગળાના ભાગે ઘા મારતાં. તેને ડાબો હાથ વચ્ચે નાખતાં કાંડાના ભાગ સહિત બે ઘા માર્યા હતા. ત્યાર બાદ ગુપ્ત ભાગે છરીનો ઘા મારવા જતાં યુવતી એ પડખું ફેરવી લેતાં તેને ગુપ્ત ભાગે જમણી બાજુએ ઘા વાગ્યો હતો. પછી છરી મારવા આવતાં મારી મમ્મી વચ્ચે પડતાં તેને પણ ઘા માર્યો હતો. પોલીસ હાલ યુવતીની ફરિયાદ આધારે હિંસક બનેલા અને નરાધમ કૃત્ય કારના પ્રતિકને ઝડપી પાડીને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને CCTV સહિત સાયોગીક પુરાવા સહિત સાક્ષી ભેગા કરીને નરાધમ આરોપીને સખ્ત સજા થાય એવા પ્રયાસો હાથ ધાર્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

BJP’s second list heats up politics in DNH : શિવસેન(ઠાકરે જૂથ) ના સાંસદ ભાજપમાંથી લડશે ચુંટણી

તમે આ પણ વાંચી સકો છો :

Tapi Goods Train Corridor: તાપીમાં આદિવાસી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, તમામ પ્રોજેકટો રદ્દ કરવાની માંગણી

SHARE

Related stories

Latest stories