Surat Police દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું
Surat Police દ્વારા રાત્રી દરમિયાન સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અને સેન્સીટીવ વિસ્તાર જેવા કે લિંબાયત ઉધના પાંડેસરા રાંદેર સચિન સચિન જીઆઇડીસી ડીંડોલી વિસ્તારની અંદર અલગ અલગ ડીસીપી ઝોન દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક ઈસમોની અટકાયત કરી અને મોટા પ્રમાણમાં હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતા.-India News Gujarat
પાંડેસરા રાંદેર લિંબાયત ઉધના જેવા વિસ્તારોમાં પોલીસ ફોર્સ સાથે કોમ્બિંગ
Surat શહેર મીની ભારત તરીકે ઓળખાય છે. ગુજરાતની અંદર સુરત શહેરનું સ્થાન એક અલગ રીતે રહેલું જોવા મળી રહી છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરની અંદર શાંતિ જળવાઈ રહે તે માટે અને ખાસ કરીને આવનારા દિવસોમાં તહેવારો સાથે હાલમાં ચાલી રહેલ વેકેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને Surat શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરના અલગ-અલગ ડીસીપીને સૂચના આપવામાં આવી કે પોતાના વિસ્તારની અંદર રાત્રી દરમિયાન સરપ્રાઈઝ કોમ્બિંગ કરવામાં આવે. આ સૂચનાને આધારે અલગ-અલગ વિસ્તારો પાંડેસરા રાંદેર લિંબાયત ઉધના જેવા વિસ્તારોમાં પોલીસ ફોર્સ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
159 આરોપીએ સામે કેસ કરાયા, 93 વાહનો, હથિયારો કબજે લીધાં
Surat ના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વડોદ આવાસમાં 4થી 6 વાગ્યા સુધી નાયબ પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાંચનાં અધિકારીઓ સહિત 9 PSI તથા 68 પોલીસકર્મીઓ સાથે આવાસમાં આવેલા કુલ 84 બિલ્ડીંગનાં 1512 રૂમમાં તપાસ કરી હતી જેમાં જી.પી.એકટ- 135 હોઠળ 10 ગુના નોંધવામાં આવ્યા હતા, જ્યારે Crpc 107,151 હેઠળ 07 અને Crpc 110 E G હેઠળ 09 ગુના નોધ્યા હતા. આ ઉપરાંત પ્રોહીબીશન એટલે કે કેફી પીણું પીધેલાના 12 કેસ, એમ.વી.એકટ- 207 હેઠળ 10 કેસ નોધ્યા હતા જ્યારે 4 બિનવારસી વાહન કબ્જે લીધાં હતાં.-India News Gujarat
172થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા
Surat શહેરમાં બીજી બાજુ ડી.સી.પી. ઝોન-04 ના નેતૃત્વમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારના બાપુનગર અને સુભાષનગર વિસ્તારમાં વહેલી સવારના કલાક 5-00 થી ક. 9.00 સુધી કોમ્બિંગ કરવામાં આવેલ હતું. આ કોમ્બિંગ માં 150 થી વધુ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં પોલીસ ચોપડે ચડેલા કુલ 172થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવેલ હતા. જેમાં હિસ્ટ્રીશીટર, બૂટલેગર્સ, ચેઈન સ્નેચર્સ, તડીપાર, એમ.સી.આર.’ ટપોરી તથા શરીર સંબંધિત આરોપીઓ હતાં જેમાંથી કુલ 48 ઇસમો વિરૂદ્ધ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી હતી.ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લઈ શકે તેવા શંકાસ્પદ તથા નંબર પ્લેટ વગરના 40 થી વધુ વાહન લાવી કાયદા મુજબની કામગીરી કરવામાં આવેલ હતી.-India News Gujarat
તમે આ વાંચી શકો છો: Duplicate Diamond : વેડરોડમાં ડુપ્લીકેટ હીરા પધરાવનારો ઝડપાયો