HomeGujaratSurat SMIMER Hospital Doctor Negligence Patient Suffer : સ્મીમેરના ડોકટરોની માનવતા મરી...

Surat SMIMER Hospital Doctor Negligence Patient Suffer : સ્મીમેરના ડોકટરોની માનવતા મરી પરવારી – India News Gujarat

Date:

પાંચમા માળેથી પટકાયેલા દર્દીને સારવાર આપવાને બદલે તગેડી મુક્યો – India News Gujarat

સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત SMIMER Hospital માં  રાહત અને નજીવા દરે સારવાર મળે છે.પરંતુ અહીંયા Doctor ની  લાલીયાવાડી અને અમાનવીય વ્યવહારનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

  • પાંચમા માળેથી નીચે પટકાયેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીને સમયસર યોગ્ય સારવાર આપવાને બદલે 20 હજાર રૂપિયા ટેબલ પર મુકો તો ટ્રિમેન્ટ ચાલુ થશે,
  • પાંચ મિનિટમાં જવાબ આપો નહીં તો અહીંથી લઇ જાવો 

દર્દી સાથે પ્રાઇવેટ હોસ્પિટલવાળાની જેમાં વ્યવહાર કરી અને સારવારનો વધુ ખર્ચો થશે, વિગેરે રીતે પરિવારજનોને ભય બતાવી તેને યોગ્ય સારવાર આપવાને બદલે નવી સિવિલ હોસ્પિટલમાં તગેડી મુકવામાં આવ્યો હતો.હાલમાં દર્દી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. .-Latest Gujarati News

ઈમરજેંસી વિભાગ  એકાદ કલાક સુધી સારવાર જ આપવામાં ન આવી – India News Gujarat

લીંબાયત ખાતે આવેલ ગોવિંદ નગરમાં રહેતા અસલમ રહેમાન મન્સૂરી ગઈ કાલે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં રઘુકુળ ગરનાળા પાસે આવેલ મિલેનિયમ માર્કેટ-2 માં પાંચમા માળે કામ કરતી માતાને મળવા માટે ગયો હતો ત્યારે થૂંકતી વખતે બેલેન્સ ખોરવાતા નીચે પટકાયો હતો.અકસ્માતમાં તેના બને પગ તથા બને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેને તાત્કાલિક સારવાર માટે SMIMER Hospital માં ખસેડવામાં આવ્યો હતો.જોકે અહીંયા તેની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યું હતું તે ખરેખર નિંદનીય છે.તેના ભાઈ મુન્નાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે SMIMER Hospital ઈમરજેંસી વિભાગમાં તેને એકાદ કલાક સુધી સારવાર જ આપવામાં આવી નથી. .-Latest Gujarati News

ફ્રીમાં સારવાર કરાવી હોય તો સિવિલ હોસ્પિટલમાં લઇ જાઓ – India News Gujarat

મુન્નાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે અહીંયા જે ડોકટરો હાજર તે એવું કહેતા હતા કે તેની તબિયત ગંભીર છે.ઓપરેશન કરવું પડશે.20 હજાર રૂપિયા ટેબલ પર મુકો તો આગળ ટ્રિટમેન્ટ ચાલુ થશે નહીં તો પછી અહીંથી લઇ જાવો.અમે એવું પણ કહ્યું કે કાલ સુધી પૈસાની સગવડ કરી આપીશું ત્યારે એવું કહ્યું કે સામાન બાહરથી લાવવો પડશે એવું નહીં ચાલશે.અમારી પાસે આટલા પૈસા નથી એવું કહ્યું ત્યારે ડોકટરે એવો જવાબ આપ્યો કે ફ્રીમાં સારવાર કરાવી હોય તો સિવિલ હોસ્પિટલમાં લઇ જઈ શકો છે.જેથી અમે તેને સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા.અહીંયા તેની યોગ્ય સારવાર ચાલી રહી છે. .-Latest Gujarati News

તમે આ વાંચી શકો છો: PetrolDiesel Rate:વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો?

તમે આ વાંચી શકો છો: Woman Scolded The BJP MLA : surat માં ભાજપના ધારાસભ્યનો મહિલાએ ઉધડો લીઘો

SHARE

Related stories

Latest stories