Street Vendor VS. Municipality: દબાણ હટાવા ગયેલી મનપાના ટીમ સાથે ઝપાઝપી
જ્યાં પાલિકા કર્મચારી અને લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું
અનેકવાર ટ્રાફિકની ફરિયાદો આવતા કાર્યવાહી
સ્ટ્રીટ વેન્ડરોની અધિકારીઓ સાથે ઝપાઝપી
સુરતના ડિંડોલી વિસ્તારમાં રસ્તાઓ પર દબાણ કરીને વેપાર કરતાં લારી-ગલ્લાના વેન્ડરો સામે મનપાની દબાણ ખાતાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિક વેન્ડરોએ મનપાની કામગીરી સામે દાદાગીરી કરી વિરોધ નોંધાવ્યો હતો. લારી-ગલ્લાનું દબાણ દૂર કરતી વખતે મનપાના અધિકારીઓ સાથે ઝપાઝપી કરી વિરોધ કર્યો હતો.
કામગીરી કરવા પાલિકાની દબાણખાતાની ટિમ ગઈ હતી
સુરત શહેરના અનેક રસ્તાઓ પર દબાણ ઊભું કરીને સ્ટ્રીટ વેન્ડરો દ્વારા શરૂ કરીને વેપાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જીરો દબાણ અંતર્ગત છેલ્લા ઘણા સમયથી રસ્તા ખુલ્લા કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા ડિંડોલીના નવાગામ બ્રિજ નીચે રસ્તા પર દબાણ ઊભો કરી વેપાર કરતાં લારી ગલ્લાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા ડિંડોલીમાં રસ્તાનું દબાણ દૂર કરતી વખતે ભારે વિરોધ અને હોબાળો સ્ટ્રીટ વેન્ડરો દ્વારા કરવામાં આવ્યો હતો.
Street Vendor VS. Municipality: પાલિકા કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો
લારી-ગલ્લાના વેપારીઓ દ્વારા મનપાના અધિકારીઓની કામગીરી સામે દાદાગીરી કરી ઝપાઝપી કરી હતી. લારી-ગલ્લા ઉઠાવી જવા સામે ભારે હોબાળો મચાવ્યો હતો. 50થી વધુ મહિલા અને પુરુષ સ્ટ્રીટ વેન્ડરો ભેગા થઈ હોબાળો મચાવી મનપાની કામગીરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ સ્થાનિક પોલીસ અને માર્શલના જવાનોને બોલાવવાની ફરજ પડી હતી. જોકે, સ્ટ્રીટ વેન્ડરોએ માર્શલના જવાનો સાથે પણ ઝપાઝપી કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી ન કરવા ભારે વિરોધ કર્યો હતો.
પાલિકા દ્વારા ઝીરો દબાણની કામગીરી કરવામાં આવી
ડિંડોલીથી નવાગામ સહિતના ઝીરો દબાણ હેઠળના મુખ્ય રસ્તા ઉપર લારી-ગલ્લા ચલાવી રસ્તાનું દબાણ કરી નાખ્યું હતું. જેને લઇ આ વિસ્તારમાં રોજે રોજ સવાર અને સાંજે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. રસ્તા પરના દબાણને કારણે વારંવાર સ્થાનિકો દ્વારા અને ટ્રાફિક વિભાગ દ્વારા ફરિયાદ કરાતા મનપાની દબાણ ખાતાની ટીમ દ્વારા રસ્તા પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી