Maulana arrested by Surat Crime Police: હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અન્ય હિન્દુ નેતાઓને પાકિસ્તાન નેપાળ તેમજ અન્ય દેશોના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનારા મૌલાનાની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મૌલાનાની ધરલકડ કામરેજના કઠોર ગામથી કરવામાં આવી છે. આ મૌલવીનું નામ સોહેલ અબુબકર હોવાનું સામે આવ્યું છે અને તેને સુરતના હિન્દુ સંગઠનના નેતા ઉપદેશ રાણાને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. તેને મારી નાખવા માટે પાકિસ્તાનથી હથિયાર પણ મંગાવ્યું હતું અને પાકિસ્તાનથી પણ જલ્દી આ હથિયાર આવવાનું હતું પરંતુ આ ઘટનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે મૌલવીને પકડી લીધો હતો.
પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ
લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
લસકાણ અને ડાયમંડ નગરમાં ધાગા કટીંગની ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરે છે.
આ મોલાનાનું નામ મહમદ સોહેલ ઉર્ફે મોલવી ટીમોલ છે અને તે સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામમાં આવેલ સ્વાગત રેસીડેન્સીમાં પરિવાર સાથે રહે છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ચોક બજાર ભરી માતા ફૂલવાડી ખાતેથી આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી ઈસમની ધરપકડ કરી છે. જ્યારે મોલાનાની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે, તે લસકાણ અને ડાયમંડ નગરમાં ધાગા કટીંગની ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરે છે. આ ઉપરાંત મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું જ્ઞાન પણ ખાનગી રીતે આપે છે.
હિન્દુવાદી સંગઠનના અગ્રણીઓને ધમકી
મૌલાનાની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તેનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળના શહેરના જ નામના ઈસમ સાથે થયો હતો. આ બંને ઈસમો મોલાનાનો સંપર્ક whatsapp તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હતા અને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા જે નિવેદનો આપવામાં આવતા હતા તેવા નેતાઓને સીધા કરવાની જરૂર છે. તેવી ઉશ્કેરણી જનક વાતો કરીને મૌલવીને હિન્દુવાદી સંગઠનના અગ્રણીઓને ધમકી આપવાનું કહેતા હતા.
એટલા માટે જ મૌલવી દ્વારા ઇન્ટરનેશનલ સીમકાર્ડ ગેરકાયદેસર રીતે મેળવીને મોબાઇલમાં whatsapp બિઝનેસ એક્ટિવ કરી તે હિન્દુવાદી નેતાઓને ધમકી આપતો હતો. સુરતના સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મૌલવી દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત હૈદરાબાદના હિન્દુનેતા રાજાસિંગ તેમજ સુદર્શન ન્યુઝ ચેનલના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ અને નુપુર શર્માને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું આઈસમો રચતા હતા.
તો મૌલાનાના મોબાઇલમાંથી જે ચેટ મળી આવી છે તેમાં પોલીસને જાણવા મળ્યું છે કે, ઉપદેશ રાણાને મારી નાખવા માટે પાકિસ્તાનથી ગન મગાવવા માટેનો શોદો થઈ રહ્યો હતો અને પાકિસ્તાનથી જલ્દી મોકલવામાં આવે તેવી વાત મૌલાના દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ઘટનાને અંજામ આપવા માટે એક કરોડ રૂપિયા પણ કોઈને આપવાની વાત કરવામાં આવતી હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. તો અન્ય તપાસ એજન્સીઓની પણ મદદ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે.
સુરતમાં આ મૌલાના કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને ઝડપી પાડ્યો હતો. આરોપી મહમદ સોહેલ બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવવાના ઇરાદે પોતાના ગ્રુપમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત દેશના રાષ્ટ્રધ્વજના ફોટામાં છેડછેડ કરી તેમજ હિન્દુ ધર્મ બાબતે કરેલ પોસ્ટ કે વિડિયો પર અભદ્ર કરતો હતો. ઉપરાંત છ ડિસેમ્બરે બ્લેક ડે અંગેના કોમેન્ટના ફોટાઓ તથા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં પોતાના ગ્રુપમાં પોસ્ટ કરતો હતો. આ ઉપરાંત તેને વિદેશી હેન્ડલર પાસેથી હથિયારો પણ મંગાવ્યા હતા. જેમાં પાકિસ્તાન, વિએતનામ, ઇન્ડોનેશિયા, કજાકિસ્તાન અને લાઓસ સહિતના દેશના લોકોના સંપર્કમાં આ મૌલાના હતો.
તો પોલીસ દ્વારા મૌલાનાની ધરપકડ કરી તેની પાસેથી એક મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મોબાઇલમાં પોલીસ દ્વારા અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે થતો હતો તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. તો પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ મૌલાના અન્ય દેશોના લોકો સાથે ફોરવર્ડ ભાષામાં વાત કરતો હતો અને સુરતના ઉપદેશનું નામ તેમને ઢક્કન રાખ્યું હતું અને આ ઢક્કન નામથી જ તેઓ વાતચીત કરતા હતા. જેથી કોઈને શંકા ન જાય આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ પકડાય ન જાય એટલા માટે લુડો જેવી ગેમ કે જેમાં ચેટિંગનો ઓપ્શન આવતો હોય તે ગેમમાં રમવાના બહાને આ તમામ ઈસમો ભેગા થતા હતા અને ત્યારબાદ કઈ રીતે ઘટનાને અંજામ આપવો તેની વાતચીત કરતા હતા. હાલ તો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોલાનાની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ માટે અલગ અલગ એજન્સીઓની મદદ પણ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે.