Cockroach in Salad at Khodiyar Kathiawadi Dhaba: હોટલો, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડની હાટડીઓમાં સ્વચ્છતા અને સફાઈના અભાવે જીવ જંતુઓના ઉપદ્રવ વચ્ચે હાલ ભરૂચના લોકોને કડવા અનુભવો થઈ રહ્યાં છે.ભરૂચના એનલિમિટેડ પીઝા સેન્ટરના સુપમાંથી વંદો નીકળ્યા બાદ હવે કોલેજ રોડ પર આવેલા ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં વાનગી સાથે પીરસાયેલા સેલાડમાં જીવતો વંદો મળી આવ્યો છે. સેલાડમાં ફરતો વંદો જોવા મળતા પરિવારની મહિલાએ સુગ સાથે બુમરાણ મચાવી દીધી હતી. India News Gujarat
સ્ટાફે દોડી આવી પેસ્ટકંટ્રોલ કરાયું હોવાની કેફિયત વ્યક્ત કરવા સાથે વંદો નીકળવાની વાતને હળવાશથી લેવા પરિવારને સમજાવતા મામલો બીચકયો હતો. સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ પરિવાર પર જ ચઢી બેસવાનો પ્રયાસ કર્યો હતો.
વંદો નીકળવા અંગે પરિવારે બીજા લોકોને ફોન કરવા સાથે સોશ્યલ મીડિયામાં આ બનાવ વાયરલ થઈ ગયો હતો. પરિવારે બનાવ અંગે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સને જાણ કરતા તેઓએ તપાસ હાથ ધરી છે. ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સના ડેજીગ્નેટેડ ફૂડ અધિકારી અજિત વ્હાલુએ તપાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ લિંક રોડ પર વાંદો નીકળવાની ઘટનામાં તપાસ કરવા જતાં હેલીઓસ પીઝા બંધ હોવાનું સામે આવ્યું હોવાનું કહ્યું હતું.
ભરૂચ અને નર્મદા બંને જિલ્લાની જવાબદારી ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કચેરી હેઠળ આવે છે. બંને જિલ્લામાં હજારો હોટલો, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ અને રોડ સાઈડ ફૂડની દુકાનો સાથે દવાની દુકાનો આવેલી હોય રૂટિન કે આકસ્મિક ચેકીંગમાં મર્યાદિત સ્ટાફ સાથે વિભાગ અસરકારક રીતે પહોંચી વળે તેમ ન હોવાથી. હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીવાળા સફાઈ, સ્વચ્છતા નિયમો પ્રમાણે જાળવવામાં ઉણા ઉતરી રહ્યાં છે. જેનો ભોગ પ્રજાને બનવું પડે છે.
આ પણ વાંચો: Uttarkashi Tunnel Rescue: ટનલમાં ફસાયેલા કામદારોનો પહેલો વીડિયો સામે આવ્યો, જુઓ અંદરની હાલત