APPના ગ્રુપમાં મહિલાઓ પણ હોવાથી ક્ષોભ જનક સ્થિતિ ઉભી થઇ
સુરત આમ આદમી પાર્ટીમાં એક પછી એક વિવાદ ઉભા થઇ રહ્યા છે. કોર્પોરેટરોના રાજીનામાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં APP પાર્ટી સુરતના એક વોટસએપ ગ્રુપમાં કોઇ સભ્યએ અશ્લીલ વિડીયો મોકલતા ફરી વખત હોબાળો થયો છે. વોટસએપ ગ્રુપમાં મહિલાઓ પણ હોવાને કારણે થોડા સમય માટે એડમીન સહિતના લોકો ચોંકી ઉઠ્યા હતા. આ મેસેજ મુકનારા સભ્યને તુરંત રિમુવ કરવામાં આવ્યો હતો પરંતુ આ ઘટનાને પગલે APP વોટસએપ ગ્રુપના સભ્યોમાં રોષ ફેલાઇ ગયો હતો. -India News Gujarat
કેમ મુકાયું અશ્લીલ સ્ટીકર APPના વોટસ એપ ગ્રુપમાં?
રાજકીય પાર્ટીઓ પોતાના કાર્યકરો સાથે સંપર્ક રાખવા માટે મોટા ભાગે વોટસએપ ગ્રુપનો ઉપયોગ કરે છે. આવા ગ્રુપમાં પાર્ટીના કાર્યક્રમો અને પ્રવૃતિની વિગતો આપવામાં આવે છે. સુરતમાં પણ સુરત APPના નામથી ચાલતા ગ્રુપમાં કોઇ સભ્યએ સબ કુછ ટ્રાય કરો ફિર સહી ચૂનો એવો મેસેજ મુક્યો હતો તેની સાથે ફોટો કો ઉલટા દેખ રહે હો એવુ લખ્યુ હતું. ત્યાર બાદ સબ કુછ કરો લવ નહીં એવા પ્રોફાઇલ નામનો મેસેજ આવ્યો હતો જેમાં આ નંબરવાળા આપના કાર્યકર દ્વારા અશ્લીલ સ્ટીકર મુકવામાં આવ્યુ હતું.
APPના સુરત ગ્રુપમાં ઘણી મહિલાઓ ક્ષોભજનક સ્થિતીમાં
આપના સુરત ગ્રુપમાં ઘણી મહિલાઓ પણ છે અને આ સ્ટીકર ગ્રુપમાં આવતા તેમને ક્ષોભ જનક સ્થિતિમાં મુકાવાનો વખત આવ્યો હતો. ગ્રુપ એડમીન દ્વારા આ સ્ટીકર મુકનારા સભ્યને તુરંત આપ સુરત નામના વોટસએપ ગ્રુપમાંથી રિમુવ કરી દેવામાં આવ્યો હતો. આ કાર્યકર દ્વારા ઇરાદા પૂર્વક જ આ અશ્લીલ સ્ટીકર મુકવામાં આવ્યાનું ખુદ આપના જ સભ્યો જણાવી રહ્યા છે. -India News Gujarat
કાર્યકરોએ કહ્યું કેટલાક લોકોને કારણે પાર્ટીને ક્ષોભ જનક સ્થિતિમાં મુકાવું પડે છે
વોટસએપ ગ્રુપમાં અશ્લીલ સ્ટીકર મુકવાના વિવાદમાં APPના કાર્યકરોએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે, કેટલાક લોકોને કારણે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ક્ષોભ જનક સ્થિતિમાં મુકાવાનો વખત આવ્યો છે. આવા લોકોને કારણે જ APPનું જે મિશન છે તેમાં ઓટ આવી રહી છે. -India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-AAP યહાં આયે કિસ લીયે : BJP ?? India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ–રૂ.150 કરોડની GST ચોરી મામલે સુરતમાં મુંબઇ GSTના દરોડા – India News Gujarat