જામનગરના મેયર બીના કોઠારીની સામે ક્રિકેટર પત્નિ અને સ્થાનિક ધારાસભ્ય રિવાબા જાડેજાએ ઔકાત શબ્દ પ્રયોગ કરવાને લઈ હવે વિવાદ વકર્યો છે. ઔકાત શબ્દને લઈ રાજનીતિ પણ શરુ થઈ છે. આ દરમિયાન મેયર બીના કોઠારીના પરિવારે હવે ઔકાત શબ્દને લઈ જામનગર શહેરન પ્રમુખને રજૂઆત કરી છે. પરિવારના મોભી જનસંઘ વખતથી સક્રિય હોવાને લઈને પણ રજૂઆત કરી હતી. મેયરના પરિવારે આ મામલે રજૂઆત કરીને કયા પ્રકારની ઔકાત ને લઈ આ શબ્દ વાપર્યો હતો એ સવાલ કરવાાં આવ્યા છે.
બે દિવસ અગાઉ રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીના કોઠારી વચ્ચે ચકમક ઝર્યાનુ સામે આવ્યુ હતુ. જાહેરમાં બોલા ચાલીનો વિવાદ સર્જાયો હતો અને મામલો થાળે પડ્યો હોય એમ લાગી રહ્યુ હતુ. પરંતુ જે રીતે ઔકાત શબ્દને લઈ હવે મામલો ગરમાયો છે, આમ જોતા હવે જામનગર ભાજપમાં મામલો હજુ પણ ગરમાયેલો હોય એમ લાગી રહ્યુ છે. હવે ખુદ મેયરે પણ રિવાબાને સવાલ કર્યા છે કે, કયા પ્રકારની ઔકાતની વાત કરી હતી એ સ્પષ્ટ કરવામાં આવે