રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)નું એક પ્રતિનિધિમંડળ ગુરુવારે સંદેશખાલીની મુલાકાતે આવ્યું હતું. જે બાદ આયોગ (NCSC)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ સોંપ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરવામાં આવી છે. NCSCના વડા અરુણ હલદરે જણાવ્યું હતું કે અહેવાલ સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સમર્થકો દ્વારા મહિલાઓની કથિત ઉત્પીડન પર પ્રકાશ પાડે છે.
તપાસની માંગ સાથે સંમત થયા
પોલીસ દ્વારા કથિત ઘટનાઓની તપાસ માટે છ સભ્યોના ભાજપના પ્રતિનિધિમંડળને અટકાવવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ પ્રમુખે વિપક્ષી પાર્ટીઓ પર પ્રતિબંધ પર સવાલ ઉઠાવ્યા હતા. તેની સાથે જ, સુપ્રીમ કોર્ટે વધતી હિંસાની નોંધ લીધી છે અને કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માંગ કરતી પીઆઈએલ પર વિચાર કરવા સંમત થઈ છે.
NCSCના વડાએ શું કહ્યું?
રાષ્ટ્રપતિને અહેવાલ સુપરત કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા, NCSCના વડા અરુણ હલદરે “સંદેશખાલીના લોકો દ્વારા સહન કરાયેલા અત્યાચાર અને હિંસા” ની ટૂંકી વિગતો શેર કરી. “અમે ભલામણ કરી છે કે કલમ 338 હેઠળ પશ્ચિમ બંગાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. જેનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના અધિકારોનું રક્ષણ કરવાનો છે.”