ચૂંટણીને લઇને વહીવટી તંત્ર દ્વારા લાઈવ evm ડેમોસ્ટ્રેશનનું આયોજન
Live EVM Demonstration: આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી છે, ત્યારે વિધાનસભા ચૂંટણી પૂર્વે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ અભિયાનો ચાલી રહ્યા છે.ત્યારે જિલ્લા મથક ભુજમાં કલેક્ટર કચેરી ખાતે તેમજ તાલુકા મથકોએ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રોમાં તાલીમ કેન્દ્ર ઉભું કરાયું છે, જયાં મતદારોને મતદાન કેવી રીતે કરવું અને તેમણે આપેલો મત તે જ વ્યક્તિને મળ્યો છે કે કેમ તે જોવા માટે ઇવીએમ, વીવીપેટના નિર્દશન માટેની તાલીમ આપવામાં આવી રહી છે.
વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે
આગામી ટુંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે જેને અનુલક્ષીને કચ્છના વહીવટી તંત્રએ ચૂંટણીને લઇને તૈયારીઓ આરંભી દીધી છે. હાલમ evm અને વીવીપેટના નિદર્શન માટેની કામગીરી કરવામાં આવી રહી છે. નવા મતદાતાઓ માટે ભુજમાં આવેલી કલેક્ટર કચેરી ખાતે મતદાન કઈ રીતે કરવું તે માટે લાઈવ evm ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું છે.લાઈવ ડેમોમાં મતદાતાની સામે બેલેટ યુનિટ હોય છે, જેમાં અનેક ઉમેદવારોનું નામ હોય છે.
યોગ્ય ઉમેદવારની સામે બટન મતદાતાઓએ દબાવવાનું હોય છે
તમામ ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારની સામે બટન મતદાતાઓએ દબાવવાનું હોય છે. બટન દબાવ્યા બાદ મત આપ્યો એ પસંદ કરેલા ઉમેદવારને ગયો છે કે નહીં તેની ચોક્કસાઈ કરવા માટે બાજુમાં વીવીપેટ એમ-3 મશિન રાખવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારનો નંબર દેખાડે છે. આ ઉપરાંત નવા મતદાતાઓને મતદાન સમયે ધ્યાને રાખવામાં આવતી બાબતો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
નિયંત્રણ મશીન મતદાન અધિકારી પાસે હોય છે
EVMમાં બે ભાગ હોય છે. એકના માધ્યમથી વોટ નોંધાય છે, અને બીજાથી તેને નિયંત્રિત કરવામાં આવે છે. જેને કન્ટ્રોલ યુનિટ કહેવાય છે. નિયંત્રણ મશીન મતદાન અધિકારી પાસે હોય છે. તો મતદાનનું મશીન મતદાન રૂમની અંદર રાખવામાં આવે છે. EVMની વિશ્વસનીયતા કાયમ રાખવા માટે VVPAT એટલે કે Voter Verifiable Paper Audit Trail મશીનની મદદ લેવામાં આવે છે.
VVPAT પર વિઝ્યુઅલી સાત સેકન્ડ સુધી જોઈ શકાય
મતદાતા EVM પર પોતાના પસંદગીના ઉમેદવારના નામની સામેવાળા બ્લ્યૂ કલરના બટનને દબાવ્યા બાદ VVPAT પર વિઝ્યુઅલી સાત સેકન્ડ સુધી જોઈ શકાય છે કે તેણે વોટ કોને આપ્યો છે. એટલે કે તેનો વોટ તેના બટન દબાવ્યા અનુસાર પડ્યો છે કે નહિ.જો મતદાન કેન્દ્ર પર ઈવીએમની સાથે વીવીપેટ છે, તો તમે વોટ આપ્યા બાદ વીવીપેટ પર જોઈ શકાય છે કે તમે ક્યાં ઉમેદવારને મત આપ્યો છે.
આ પણ વાંચો : PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમજાવ્યો બદલાવનો અર્થ – India News Gujarat
BY: DHARAM THACKER