HomePoliticsગોપાલગંજ ટ્રિપલ મર્ડર કેસ મામલે રાજનીતિ તેજ, તેજસ્વી યાદવે જેડીયુ ધારાસભ્યની ધરપકડ...

ગોપાલગંજ ટ્રિપલ મર્ડર કેસ મામલે રાજનીતિ તેજ, તેજસ્વી યાદવે જેડીયુ ધારાસભ્યની ધરપકડ કરવા માંગ કરી

Date:

ગોપાલગંજ ટ્રિપલ મર્ડર કેસમાં રાજનીતિ વેગવંતી બની રહી છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ધારાસભ્યો સાથે તેજસ્વી યાદવ ગોપાલગંજ જવા શુક્રવારે ઘર બહાર નિકળ્યા તો તેમની કાર સામે પોલીસ અધિકારીઓ ઉભા રહી ગયા હતા. રાબડી નિવાસ બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં પોલીસને અહીં તહેનાત કરાયા છે. તેજસ્વી યાદવે ગોપાલગંજ હત્યાકાંડમાં જેડીયુ ધારાસભ્યની ધરપકડ માંગ કરી છે.

એક કારમાં બેસીને તેજસ્વી યાદવ, RJDના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ ગોપાલગંજ જવા નિકળ્યા. ગેટ બહાર આવતા જ પોલીસ અધિકારીઓએ તેમની કારને ઘેરી લીધી હતી અને સચિવાલય ડીએસપી કાર સામે ઊભા રહી ગયા.

પોલીસ અને સ્થાનિક અધિકારીઓ તેજસ્વી યાદવને યાત્રા ન કરવા સમજાવી રહ્યા છે. તેજસ્વી ગોપાલગંજ જવાની જિદ્દ પકડીને બેઠા છે. તેજસ્વીએ કહ્યું કે લોકડાઉનમાં આરોપીઓને છૂટ છે અને ધારાસભ્યોને પીડિત પરિવારને મળતા રોકવામાં આવી રહ્યા છે. પોલીસ અને RJD ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

તેજસ્વી સાથે રાબડી દેવી, તેજ પ્રતાપ યાદવ અને પાર્ટીના ધારાસભ્યો પણ ગોપાલગંજ જવા તૈયાર છે. રાબડી નિવાસ બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. પોલીસ અને RJD ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. ધારાસભ્યોએ બેરિકેડિંગ પછાડી દીધા છે. ત્યાર પછી કારનો કાફલો ધીમે ધીમે આગળ વધ્યો છે. જોકે થોડા સમયમાં જ પોલીસે કાફલાને રોકી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે 24 મેના રોજ ગોપાલગંજ જિલ્લાના હથુઆ પોલીસ સ્ટેશનની હદમાં રુપનચક ગામમાં જેપી યાદવ, તેના પિતા મહેન ચૌધરી, માતા સંકેસિયા દેવી અને ભાઈ શાંતનુ યાદવ ઉપર બાઈક સવાર ચાર આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. મહેશ અને સંકેરિયા દેવીના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે સારવાર દરમિયાન શાંતનુનું મોત થયું હતું. જેપી યાદવની સારવાર ચાલી રહી છે.

SHARE

Related stories

Medical Field : ગુજરાતમાં ઝડપથી વિકસી રહેલું મેડિકલ ક્ષેત્ર : INDIA NEWS GUJARAT

ગુજરાતમાં ઝડપથી વિકસી રહેલું મેડિકલ ક્ષેત્ર ઓલપાડ તાલુકાના વડોદ ખાતે...

Latest stories