ઝારખંડના સીએમ ચંપાઈ સોરેને આજે (રવિવારે) બિહારની તર્જ પર જાતિ આધારિત સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. સીએમએ કથિત રીતે કર્મચારી વિભાગને ડ્રાફ્ટ (સર્વે કરવા માટે એસઓપી) તૈયાર કરવા અને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.
જાતિ આધારિત સર્વેક્ષણનો મુસદ્દો
સીએમ સોરેને અધિકારીઓને જાતિ આધારિત સર્વેક્ષણનો ડ્રાફ્ટ તૈયાર કરવા અને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ મૂકવા જણાવ્યું હતું. એક અધિકારીએ કહ્યું, “જો બધુ યોજના મુજબ ચાલશે તો ઝારખંડનો જાતિ સર્વે લોકસભા ચૂંટણી પછી શરૂ થશે. સર્વેક્ષણનો સંકેત આપતા, સીએમ સોરેને દિવસની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કહ્યું હતું કે, “જેટલી મોટી સંખ્યા તેટલો તેનો હિસ્સો વધારે. ઝારખંડ તૈયાર છે.”
CMના પ્રિન્સિપલ સેક્રેટરીએ શું કહ્યું?
સીએમના અગ્ર સચિવ વિનય કુમાર ચૌબેએ માહિતી આપી હતી કે “કાર્મિક વિભાગ ઝારખંડમાં સર્વે કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરશે. તેને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. જાતિ સર્વેક્ષણ પડોશી રાજ્ય બિહારના મોડલને અનુસરશે. જ્યાં ગયા વર્ષે 7 જાન્યુઆરીથી 2 ઓક્ટોબર દરમિયાન ડેટા કલેક્શન થયું હતું.