“મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન”
કામરેજ તાલુકાનાં જાત ભરથાણા ગામે તિરંગા યાત્રા યોજી ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરતા ‘મારી માટી મારો દેશ’ અભિયાનની દેશ-રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે કામરેજ તાલુકાના જાત ભરથાણા ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો.
દેશના વીર સપૂતોને નમન કરતા આ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે ગ્રામજનોએ ઉત્સાહભેર તિરંગા યાત્રા યોજી એકતાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમ મુખ્યત્વે પાંચ થીમ આધારિત ઉજવાય છે. જેને અનુસરીને જાત ભરથાણા ગામે વીર શહીદોના નામ સાથેની શિલાફલકમનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી લઈ પંચપ્રણ પ્રતિજ્ઞા લેવાની સાથે સેલ્ફી લીધી હતી. સાથે જ વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ અને વીરોને વંદન સહિત અંતમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના અગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઉત્સાહ દર્શાવ્યો હતો.