HomeBusiness"Retirement Farewell Ceremony"/ઓલપાડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ઈશ્વરભાઈ પટેલનો નિવૃત્તિ વિદાય...

“Retirement Farewell Ceremony”/ઓલપાડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ઈશ્વરભાઈ પટેલનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો/INDIA NEWS GUJARAT

Date:

વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઓલપાડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ઈશ્વરભાઈ પટેલનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

વયનિવૃત્ત પ્રિન્સીપાલને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ પાઠવતા વનમંત્રી: ડો.ઈશ્વરભાઈએ કોલેજ માટેના અમૂલ્ય યોગદાન અને શિક્ષણ સેવાને બિરદાવી

પ્રમોદભાઈ કે. દેસાઇ કેળવણી મંડળ-ઓલપાડ સંચાલિત શ્રી સુરત જિલ્લા સહકારી બેંક કોમર્સ કોલેજ અને શ્રી સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટસ કોલેજ-ઓલપાડ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ઈશ્વરભાઈ પટેલ વયનિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.


આ પ્રસંગે વયનિવૃત્ત પ્રિન્સીપાલને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, એક સમયે ઓલપાડ તાલુકામાં કોલેજના અભાવે યુવાનોએ શહેરમાં કોલેજ અભ્યાસ માટે જવું પડતું હતું. ત્યારબાદ ઓલપાડ કોલેજની શરૂઆત થતા તાલુકાના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ સુવિધા સુલભ થઈ. ૧૫૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ કોલેજમાં ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. ઓલપાડમાં કોલેજની સ્થાપના થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન કરવાની તક મળી છે. ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ મામલતદાર, પીએસઆઈ, ઉચ્ચ અધિકારીઓની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ આપવા લાયક બને છે એમ જણાવી પ્રિન્સિપાલ ડો.ઈશ્વરભાઈએ કોલેજ માટેના અમૂલ્ય યોગદાન અને શિક્ષણ સેવાને બિરદાવી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, ઇ. પ્રિન્સિપાલ (ઓલપાડ કોલેજ) રાજેશકુમાર પી. પટેલ, સુરત જિલ્લા સહકારી સ્પીનીંગ મિલના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સાયણ સુગરના ચેરમેન રાકેશભાઈ પટેલ, પ્રમોદભાઈ કે. દેસાઇ, કેળવણી મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલ, અગ્રણીઓ જયેશભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, રાયસિંહ ચૌહાણ અને કોલેજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories