HomeAutomobilesCelebrating Nutrition Week/વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ન્યુટ્રિશન વીકની ઉજવણી કરાઇ/India News Gujarat

Celebrating Nutrition Week/વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ન્યુટ્રિશન વીકની ઉજવણી કરાઇ/India News Gujarat

Date:

ચેમ્બર ઓફ કોમર્સના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ન્યુટ્રિશન વીકની ઉજવણી કરાઇ, મહિલા સાહસિકોને યોગ્ય આહારનું મહત્વ સમજાવ્યું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શુક્રવાર, તા. ૮ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે ફિટ મંત્રા, સિટી લાઇટ રોડ, સુરત ખાતે વુમન આંત્રપ્રિન્યોર સેલની મન્થલી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ન્યુટિશન વીકની ઉજવણી કરવામાં આવી હતી. આ મિટીંગમાં અમાનત કાગઝી, જ્હાનવી શ્રોફ, રોશની ટેલર અને મિનાઝ ચરણિયાએ મહિલા સાહસિકોને યોગ્ય આહારનું મહત્વ સમજાવ્યું હતું.

મહિલા સાહસિકોને સંપૂર્ણ વિટામીનયુકત આહાર કયો હોય છે અને પ્રોટિન કયા આહારમાંથી મળે છે તેના વિષે માહિતી આપવામાં આવી હતી. મહિલાઓને સશકત રહેવા માટે મદદરૂપ આયર્ન કયા આહારમાંથી કેવી રીતે ગેઇન કરી શકાય છે તેના વિષે જાણકારી આપવામાં આવી હતી. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે પોતાને પણ સમય આપવો જોઇએ તેમ મહિલા સાહસિકોને સમજાવવામાં આવ્યું હતું.

વધુમાં તેઓને સમજણ આપવામાં આવી હતી કે, યોગ્ય ખોરાક, યોગ્ય માત્રામાં અને યોગ્ય ટાઇમે લેવો જરૂરી છે. વધુ પડતો ખોરાક પણ નુકસાન કરે અને ખૂબ ઓછો ખોરાક તમને યોગ્ય ન્યુટ્રિશન્સ ના આપે. આપણા શરીરને ધ્યાનથી ઓબ્ઝર્વ કરીશું તો ખ્યાલ આવશે કે આપણા શરીરને કેટલો ખોરાક જરૂરી છે.

ઇરેગ્યુલર ટાઇમે લીધેલો ખોરાક પણ આપણી બોડી સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. એટલે એ મહત્વનું છે કે દરરોજ એક જ સમયે અને દિવસમાં યોગ્ય અંતરે આપણે ખોરાક લેવો. આવી રીતે મહિલા સાહસિકોને આહાર લેવાની તેમની પદ્ધતિમાં કેવી રીતે સુધારો કરી શકાય તે માટે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે મિટીંગમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. એડવાઇઝર જ્યોત્સના ગુજરાતીએ મિટીંગની રૂપરેખા આપી હતી. એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ મિટીંગનું સમગ્ર સંચાલન કર્યું હતું. મહિલા સાહસિકોએ પોતપોતાના બિઝનેસનું ૩૦ સેકન્ડ માટે પ્રેઝન્ટેશન કર્યું હતું. સભ્ય વનિતા રાવતે મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ મિટીંગનું સમાપન થયું હતું.

SHARE

Related stories

Latest stories