HomeBusiness"Special Breastfeeding And Complementary Feeding"/'રાષ્ટ્રીય પોષણ માહ' અંતર્ગત માંડવી તાલુકાકક્ષાએ 'વિશિષ્ટ સ્તનપાન...

“Special Breastfeeding And Complementary Feeding”/’રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત માંડવી તાલુકાકક્ષાએ ‘વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક’ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી/India News Gujarat

Date:

Related stories

Udhayanidhi Stalinના સનાતની વિવાદાસ્પદ નિવેદન પર જગતગુરુ Ramabhadracharyaએ આપી ચેતવણી-INDIA NEWS GUJARAT

INIDA NEWS GUJARAT: જગતગુરુ રામભદ્રાચાર્યએ સનાતનના વિરોધીઓને જડબાતોડ જવાબ...

12th Fail Motion Poster: Vikrant Masseyની ’12મી ફેલ’નું મોશન પોસ્ટર રિલીઝ, ટ્રેલર આ દિવસે રિલીઝ થશે-INDIA NEWS GUJARAT

બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી ફરી એકવાર પોતાની જોરદાર એક્ટિંગથી...

‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત માંડવી તાલુકાકક્ષાએ ‘વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક’ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સહિ પોષણ દેશ-રોશન” ધ્યેયને ચરીતાર્થ કરવા “પોષણ માસ-૨૦૨૩ “ અંતર્ગત માંડવી તાલુકાના આઇ.સી.ડી.એસ શાખા માંડવી ઘટક-૧ અને ૨માં પોષણ માસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તા.૨જી થી ૫ સપ્ટેમ્બર દરમિયાન સુરત ગ્રામ્ય અને તાલુકા આઇ.સી.ડી.એસ શાખાના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને ૨ વર્ષ સુધીના બાળકોની વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક’થીમ આધારિત ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે લાભાર્થી બહેનોને ટેક હોમ રાશન (THR)માતૃશક્તિના પેકેટ્સનો નિયમિત ઉપયોગ કરવા તેમજ તેમાંથી બનતી વાનગી અને ટેક હોમ રાશનના મહત્વની સમજણ આપવામાં આવી હતી.
સુરત જીલ્લાના લાભાર્થીઓમાં જાગૃતિ સાથે હકારાત્મક પ્રતિભાવો જોવા મળ્યા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના આઇ.સી.ડી.એસ શાખા દ્વારા આઇ.સી.ડી.એસની અન્ય યોજના જેવી કે ‘પોષણ સુધા યોજના’, દૂધ સંજીવની યોજનાનો નિયમિત લાભ લેવા સહિત, બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ, સ્તનપાનની સાચી રીત, ૬ માસ સુધી ફ્ક્ત સ્તનપાન અને ૭ માસથી ૨ વર્ષનું બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહારની સમજ બાળકની માતા તથા ઘરની સ્વચ્છતા, બાળકનું સંપૂર્ણ રસીકરણ જેવા વિષયે પણ આ ગૃહ મુલાકાત દરમિયાન વિશેષ સમજ આપવામાં આવી હતી. નવજાત બાળકની તંદુરસ્તી માટે બાળકનું નિયમિત વજન તથા ઉંચાઇ દરમાસે માપવું ખૂબ જ જરૂરી છે. જેની સમજાવટ સાથે આ ગૃહ મુલાકાત દરમ્યાન કેટલાક બાળકોનું વજન-ઉંચાઇ માપી વાલીને પ્રત્યક્ષ બતાવી પોષણ સ્તરનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું. લોકલ અને અરસપરસ ઉપર ઉપલબ્ધ શાકભાજી, ફ્રુટ, શ્રી અન્ન (મિલેટ્સ)માંથી મળતા પોષણ તત્વો અને તેના ગુણધર્મોથી થતા ફાયદાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. માતા અને બાળકોના સ્વાસ્થ્યને લગતી દરેક બાબતોને આવરી લેતા શ્રેણીબદ્ધ કાર્યક્રમો સુરત ગ્રામ્ય જીલ્લા દ્વારા પોષણ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories