HomeBusiness17 Lakh Worth Of Suspected Chemical Was Seized/દહેજ GIDCમાંથી શંકાસ્પદ કેમીકલનો ૧૭...

17 Lakh Worth Of Suspected Chemical Was Seized/દહેજ GIDCમાંથી શંકાસ્પદ કેમીકલનો ૧૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો/INDIA NEWS GUJARAT

Date:

દહેજ GIDCમાંથી શંકાસ્પદ કેમીકલનો ૧૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો

ભરૂચ એસ.ઓ.જી. ટીમને બાતમી મળેલ કે દહેજ જી.આઈ.ડી.સી.મા આવેલ પ્લોટ નંબર ડી-૨/સી.એચ ૮૨, ગુમાનદેવ કેમિકલ પ્રા.લી. કંપનીમાં આવેલ પતરાના શેડ નીચે શંકાસ્પદ કેમીકલ ભરેલ બેરલો રાખી ગેરકાયદેસર રીતે ખરીદ- વેચાણ કરે છે.

જે બાતમી આધારે પોલીસ ટીમે ચેક કરતા તેમને અલગ અલગ પ્રકારના કેમીકલ ભરેલ બેરલ નંગ ૪૨૭ જે એક બેરેલમા ૨૦૦ લીટર લેખે કુલ ૮૫,૪૦૦ લીટર મળી આવેલ જે કેમીકલનુ ખરીદ બીલ કે આધાર પુરાવા અંગેના પુરાવા બાબતે પુછતા સંતોષકારક જવાબ નહીં આપતા આ તમામ મુદ્દામાલ કબ્જે કરવા સાથે એફ.એફ.એલ. અધિકારીને બોલાવી જરૂરી સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા. પોલીસે GBCP અધિકારીને પણ આ અંગે જાણ કરવા સાથે આ કેમીકલ કયા પ્રકારનુ છે અને કયાંથી લાવેલ છે અને કયાં મોકલવાનું હતું વિગેરે તપાસ હાથ ધરી એફ.એફ.એલ. સેમ્પલ રીપોર્ટ આવેથી આગળની વધુ તપાસ કરવામાં આવશે.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories