HomeWorldWill the war between Russia and Ukraine result in a third world...

Will the war between Russia and Ukraine result in a third world war? રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ શું ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમશે?

Date:

Will the war between Russia and Ukraine result in a third world war?

રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ શું ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમશે?

ગુરુવારે સવારથી રશિયાએ યુક્રેન પર આક્રમણની શરૂઆત કરી હતી અને પુતિને જણાવ્યું હતું કે રશિયા યુક્રેન વચ્ચે
નું યુદ્ધ ટાળી શકાય તેમ નથી. તેથી શું આ યુદ્ધને કારણે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે કે તેવો પ્રશ્ન નિર્માણ થયો છે. Will the war between Russia and Ukraine result in a third world war?

‘રશિયા અમારા લશ્કરી માળખા પર હુમલો કરી રહ્યું છે’ – યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર

ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયા તેમના દેશના “લશ્કરી માળખા” અને સરહદ રક્ષકો પર હુમલો કરી રહ્યું છે, પરંતુ નાગરિકોને વિનંતી કરી કે તમે ગભરાશો નહીં અને વિજયની પ્રતિજ્ઞા કરી હતી. ફેસબુક પર પોસ્ટ કરાયેલા એક વિડિયો સંદેશમાં ઝેલેન્સકીએ દેશભરમાં માર્શલ લૉ પણ રજૂ કર્યો હતો.

યુક્રેનની સૈન્ય સુવિધાઓને ‘ચોકસાઇવાળા’ શસ્ત્રો વડે નિશાન બનાવાઈ રહ્યા છે – રશિયા

રશિયન સંરક્ષણ મંત્રાલયે રશિયન સમાચાર એજન્સીઓને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ચોક્કસ શસ્ત્રો સાથે યુક્રેનિયન લશ્કરી માળખાને નિશાન બનાવી રહ્યું છે.
“મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હવાઈ સંરક્ષણ સુવિધાઓ, લશ્કરી એરફિલ્ડ્સ અને યુક્રેનની સશસ્ત્ર દળોના ઉડ્ડયનને ભારે -ચોકસાઇવાળા શસ્ત્રોથી નકામા કરાઈ રહ્યા છે”

યુરોપિયન યુનિયનનું વલણ

EU ચીફ (યુરોપિયન યુનિયનના વડા) ઉર્સુલા વોન ડેર લેયેને રશિયાના હુમલાની નિંદા કરી છે અને ‘અન્યાયી’ યુક્રેન હુમલા મોસ્કો અને ક્રેમલિનને “જવાબદાર” ઠેરવતા જણાવ્યું હતું કે, “યુક્રેન પર રશિયાના ગેરવાજબી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે યુક્રેનની પડખે છીએ કારણકે તેઓ આ બિનઉશ્કેરણીજનક હુમલાનો સામનો કરી રહ્યા છે અને તેને લીધે યુક્રેનના નિર્દોષ મહિલાઓ, પુરૂષો અને બાળકોના જીવન સામે સંકટ નિર્માણ થયું છે.”

આજનો ઘટનાક્રમ

  1. આજે સવારથી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને પૂર્વી યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી.
  2.  રશિયન સેના ક્રિમીયા થઈને યુક્રેનમાં પ્રવેશી.
  3.  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સમગ્ર દેશમાં માર્શલ લો જાહેર કર્યો, કહ્યું કે યુક્રેન જીતશે.
  4. યુએસ પ્રમુખ જો બિડેને યુક્રેન પરના “ઉશ્કેરણી વગરના અને ગેરવાજબી” હુમલાની નિંદા કરી, વિશ્વ “રશિયાને જવાબદાર ઠેરવશે” તેવી ખાતરી આપી.
  5. વધતા તણાવ વચ્ચે યુએન સુરક્ષા પરિષદના સભ્યોએ કટોકટી બેઠક યોજી.
  6. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે પુતિનને “યુક્રેન પર હુમલો કરતા સૈનિકોને રોકવા” વિનંતી કરી.
  7. ક્રેમલિન કહે છે કે યુક્રેનના અલગતાવાદીઓએ મોસ્કો પાસે કિવ સામે “મદદ” માંગી છેયુક્રેનનું એરસ્પેસ બંધ કરાયું, સાયબર અટેકનો અંદેશો.
  8. એર ઇન્ડિયાની ફ્લાઈટ ભારતીયોને લીધા વિના પાછી ફરી.
  9. રશિયાએ યુક્રેનના પૂર્વમાં આવેલા બે ગામોનો કબજો મેળવી લીધો છે.રશિયાના હુમલામાં યુક્રેનના 9 લોકો ઘાયલ, 7 ના મોત

આ પણ વાંચી શકો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજીત સમુહલગ્નોત્સ્વમાં ૧૨૨ યુગલો જોડાયા-india news gujarat

આ પણ વાંચી શકો Gutkha-Tobacco Sold In Country Even After The Ban: गुटखा-तंबाकू बैन फिर भी देश में धड़ल्ले से होती है ब्रिकी

SHARE

Related stories

Latest stories