દસ વર્ષ તો માત્ર ટ્રેલર હતાં – મોદી

114
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાન માં ટોંક સવાઈ માધોપુર માં જાહેરસભા સંબોધી –
# Modi in Taunk-Sawai Madhopur # Rajasthan


પોતાના ચૂંટણી પ્રચાર ને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાન માં ટોંક સવાઈ માધોપુર માં ઉત્સાહ થી ભરેલી વિશાળ જાહેર સભા ને સંબોધન કર્યું હતું. તેમને હનુમાન જયંતિ નિમિત્તે દેશ ને શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે જણાવ્યું હતું કે 2014 હોય કે 2019 દેશ માં મજબૂત સરકાર બનાવવા માટે રાજસ્થાન ના આશીર્વાદ ભાજપ સાથે રહયાં છે. અને 25 માં થી 25 બેઠકો ભાજપ ને જીતાડી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે જયારે જયારે આપણે વિભાજીત થયાં છીએ ત્યારે દેશ ના શત્રુઓએ એનો ફાયદો ઉઠાવ્યો છે. આજે પણ રાજસ્થાન ને વિભાજીત કરવાનાં પ્રયાસો ચાલી જ રહયાં છે. રાજસ્થાને જાગૃત રહેવું પડશે.

પ્રધાનમંત્રી મોદી એ લોકો ને જણાવ્યું હતું કે તમને લોકો હજુ કેટલાંક મહિનાઓ પહેલાં જ કોંગ્રેસ થી મુક્તિ મળી છે.કોંગ્રેસે આપેલા ઘા હજુ રાજસ્થાન ના લોકો ભૂલ્યા નથી.કોંગ્રેસે મહિલાઓ ની પ્રતાડન ના કિસ્સાઓમાં રાજસ્થાન ને નંબર વન બનાવ્યું હતું.

મોદી એ કર્ણાટક ના એક ચિત્ર ને ટાંકતા જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત આ રાજ્ય માં હનુમાન ચાલીસા બોલનાર એક વેપારી ને બેરહમી થી મારવામાં આવ્યો હતો. જે બતાવે છે કે કોંગ્રેસ ના શાસન માં હનુમાન ચાલીસ ગાવી એક પાપ છે.

તેમને વધુ બોલતા કહ્યું હતું કે રાજસ્થાન માં કોંગ્રેસ ના શાસન વખતે રામ નવમી ના સરઘસ કાઢવા પાર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

મોદી એ કોંગ્રેસ પાર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ આવશે તો લોકો ની મિલ્કતો ની તપાસ કરાવી આ મિલ્કતો કોંગ્રેસ એના ખાસ વર્ગ ના લોકો ને વહેંચી દેશે.

મોદી એ કહ્યું હતું કે કોંગ્રેસ તેમને રાજસ્થાન માટે ખુબ ઉપયોગી થાય તેવાં ERCP પ્રોજેક્ટ અમલ માં મુકવા રોકી રહી છે.

મોદી એ કહ્યું હતું કે તેઓ દેશ ને વિકસિત બનાવવા માંગે છે. તેથીતે માટે દિવસ રાત મહેનત કરી 2047 સુધી નો વિકાસ નો પ્લાન બનાવી ચુક્યા છે.

મોદી એ કહ્યું હતું કે આ દસ વર્ષ તો માત્ર ટ્રેલર હતાં. હજુ ઘણો વિકાસ કરવાનો બાકી છે.
SHARE