HomeGujaratપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ છઠ્ઠી ઈન્ટરનેશનલ કોન્ફેરેન્સ ઓન ડિઝાસ્ટર રિસીલિયેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ છઠ્ઠી ઈન્ટરનેશનલ કોન્ફેરેન્સ ઓન ડિઝાસ્ટર રિસીલિયેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને વિડિઓ સંબોધન કર્યું.

Date:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ છઠ્ઠી ઈન્ટરનેશનલ કોન્ફેરેન્સ ઓન ડિઝાસ્ટર રિસીલિયેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને વિડિઓ સંબોધન કર્યું.

બેઠક માં ઉપસ્થિત મહાનુભાવો નું હાર્દિક સ્વાગત કરતા મોદી એ કહ્યું હતું બધા મહાનુભાવોની સંયુક્ત ભાગીદારી થી આપદા સ્થિતિસ્થાપકતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને લગતા મહત્ત્વ પૂર્ણ અંતર રાષ્ટ્રીય સંબોધનો અને નિર્ણયો વધુ મજબૂત બનાવી શકાશે.

મોદી સાલ 2019 માં સ્થાપિત ડિઝાસ્ટર રિસીલિયેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ના અંતર રાષ્ટ્રીય જોડાણો અંગે પ્રતિભાવ આપી રહયાં હતાં.
મોદી એ ડિઝાસ્ટર રિસીલિયેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ના જોડાણો ને બિરદાવતા કહ્યું હતું કે હવે આ જોડાણ 39 દેશો અને 7 સંસ્થા ઓ નું બની ચૂક્યું છે. જે આવનારા ભવિષ્ય માટે એક સુખદ સંકેત છે.

વારંવાર થૈર રહેલી કુદરતી આપદાઓ ની વધી રહેલી સંખ્યા અને તેની ગંભીરતા અંગે મોદી એ બોલતા કહ્યું હતું કે આ બધું નુકસાન માત્ર ડોલર માં જ આંકવું ભૂલ ભરેલું છે. 
કુદરતી આપદા ઓ માં માણસો, એમના પરિવારો અને સમાજ ને થતું નુકસાન અનેક ગણું વધારે હોય છે જેને આંકડાઓમાં વર્ણવી શકવું મુશ્કેલ છે.

મોદી એ બધાનું ધ્યાન દોરાતા કહ્યું હતું કે કુદરતી આપદા થકી માણસ જાત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને મોટા નુકસાન થતા હોય છે. ધરતી કંપો થી અસંખ્ય ઘરો તૂટી જાય છે અને લાખો લોકો બેઘર થાય છે. કુદરતી આપદાઓ થી પાણી અને ગટર વ્યસ્થાઓ ખોરવાઈ જાય છે.જેનાથી લોકો ના આરોગ્ય ઉપર ખતરો ઉભો થાય છે. 
મોદી એ ભાર દેતા કહ્યું હતું કે કુદરતી આપદાઓ થી ઉર્જા પ્લાંટ્સ ની સુરક્ષા ગંભીર રીતે જોખમાય છે. અને પરિસ્થિતિ ક્યારેક અતિ ગંભીર બની જાય છે.

નરેન્દ્ર મોદી એ ભાર મુકતા કહ્યું હતું કે આપણે સહુએ ડિઝાસ્ટર રિસીલિયેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આજે કરેલું રોકાણ આપણને બહેતર ભવિષ્ય તરફ લઈ જશે.

મોદી એ કહ્યું હતું કે આ સ્થિતિ સ્થાપકતા માટે ઇન્ફ્રાસ્ટ્રકર ઉભું કરવું પૂરતું નથી પણ આપદા પછી ઈન્ફ્રાસ્ટ્રકર ને પુનઃ સ્થાપિત કરવા અંગે આયોજન કરવું એટલું જ મહત્વ પૂર્ણ છે.

મોદી એ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે આપદા ત્રાટક્યા બાદ રાહત અને પુનઃ સ્થાપન તમામ સંબંધિતો માટે અત્યંત ગંભીર મુદ્દો છે. માટે સહુએ એ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

કુદરત અને આપદા આ બંને ની કોઈ સીમા નથી. આંતર રાષ્ટ્રીય રીતે અત્યંત જોડાયેલા વિશ્વ ઉપર આપદા અને તે થકી થતા નુકસાનો ની ખુબ જ દૂરગામી અસરો થાય છે. 
જો દરેક દેશ વ્યક્તિગત રીતે આપદા અંગે સ્થિતિસ્થાપકતા કેળવે તો અને તો જ વિશ્વ પણ સામુહિક રીતે આવી સ્થિતિસ્થાપકતા કેળવી શકે. મોદી એ ભાર મુક્ત જણાવ્યું હતું કે આવી આપદા પ્રબંધન ની સ્થિતિસ્થાપકતા અંગે  વૈચારિક અને અન્ય તમામ વિગતો ની જાણકારી અંતર રાષ્ટ્રીય રીતે એકબીજાને વહેંચતા રહેવું ખુબ જ જરુરી છે. 
CDRI અને એના દ્વારા આયોજિત આવી અંતર રાષ્ટ્રીય શિબિર થી વિશ્વ ને આ દિશામાં એક સંયુક્ત ઉદ્દેશ્ય પ્રાપ્ત થશે.
મોદી એ ભાર મુક્ત જણાવ્યું હતું કે નાના નાના ટાપુ ઓ ધરાવતા દેશો માં આપદા નું જોખમ વધુ હોય છે.

CDRI એ આવી 13 જગાઓ ને નક્કી કરી તેમને માટે આર્થિક ભંડોળ નક્કી કર્યું છે. ડોમિનિકા માં ઘરો , પપુઆ ન્યુ ગુનિયામાં ટ્રાંસપોર્ટ નેટવર્ક અને ફીજી માં અર્લી વોર્નિંગ સિસ્ટમ ઉભા કરવા એ CDRI ની કાર્ય પ્રણાલી ના ઉત્તમ ઉદાહરણો છે.

ભારત ની અધ્યક્ષતા માં મળેલા G20 દેશો ના સંમેલન માં નવી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ગ્રુપ બનાવી તેને ફંડ ઉપલબ્ધ કરાવવા અંગે થયેલી ચર્ચા અંગે મોદી એ સહુ ને જાણ કરી હતી.

SHARE

Related stories

Latest stories