Voting Awareness Programme At Surat Bus Station : બસમાં વધુમાં વધુ મતદાન માટે મુસાફરોમાં જાગૃતિ યુવા મતદારોને પ્રેરિત કરવા સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરાયું. વધુમાં વધુ મતદાન થાય એમાટે મતદાન જાગૃતિનો સંદેશ.
‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે સુરત ઉત્તર વિધાનસભામાં સમાવિષ્ટ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
Voting Awareness Programme At Surat Bus Station : બસ સ્ટેશનમાં સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો
આમ નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે બસ સ્ટેન્ડ ખાતે મતદાન જાગૃતિ કાર્યકર્મ યોજાયો હતો આ કાર્યક્રમમાં યાત્રીઓ, બસ ડ્રાઇવરો, કંડક્ટરો, કર્મચારીઓ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા.. મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં સ્વિપના નોડલ ઓફિસર દ્વારા આગામી ૭મી મે ના રોજ યાત્રીઓ, બસ ડ્રાઇવરો, કંડક્ટરો, એસ. ટી. કર્મચારીઓ અને કામદારો અવશ્ય મતદાન કરે એવી અપીલ કરાઈ હતી. તેમજ યુવા મતદારોને પ્રેરિત કરવા બસ સ્ટેશનમાં સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો. જેમાં યુવા મતદારોએ મતદાન જાગૃતિ માટેના કટ આઉટ પર સેલ્ફી લઈને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત થયા હતા. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે ઉતર વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર ધર્મેશભાઈ બગસરીયા, સ્વીપ નોડલ અને વધારાના મદદનીશ ચુંટણી અધિકારી આર.બી.પટેલ, GSRTC ના વિભાગીય નિયામક પંકજભાઈ ગુર્જર, ડેપો મેનેજર ભાવેશ પટેલ સહિત સુરત ઉત્તર વિધાનસભાની સંપૂર્ણ સ્વિપ ટીમ ઉપસ્થિત રહી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
Ram Navami: અયોધ્યા રામમંદિરમાં 1 લાખથી વધુ લાડુ મોકલવામાં આવશે
તમે આ પણ વાંચી સકો છો :
Surat Police: નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતએ ચાર્જ સંભાળ્યો