Visa Fraud: અરવલ્લી જિલ્લાનો વધુ એક પરિવાર વિદેશ જવાની ઘેલછામાં છેતરાયો છે. વિદેશ લઈ જવાના આ છેતરપિંડીની ઘટનામાં પરિવાર ને 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો છે. લંડન મુકામે મોકલવા અને ત્યાં નોકરી આપવવા માટે ખોટો વ્યવસાય કરતા ત્રિપુટીના સામને પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવા પ્રયાસ શરૂ કરી દીધા છે.
Visa Fraud: લંડન જવા ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હતા
અરવલ્લી જિલ્લાનો વધુ એક પરિવાર વિદેશ જવાની ઘેલછામાં છેતરાયો છે. મોડાસાના બાયપાસ રોડ પર રહેતા અને મૂળ વઘાસ ગામના પરિવાર ને 29.45 લાખ રૂપિયાનો ચુનો લાગ્યો છે. જગદીશભાઈ પ્રજાપતિએ લંડન મુકામે મોકલવા અને ત્યાં નોકરી આપવવા માટે વિદેશ મોકલવાનો વ્યવસાય કરતા ત્રિપુટીની માયાજાળમાં ફસાઈ પોતે – પત્ની અને એક પુત્ર સાથે લંડન જવા તૈયારી દર્શાવી હતી. ત્રણેયને લંડન પહોંચાડી દેવાનો કુલ ખર્ચ 32 લાખ રૂપિયા કહેતા પરિવાર આ ત્રિપુટીની વાકજાળમાં ફસાઇ ગત 18/8/22 થી 12/7/23 સુધીમાં જુદીજુદી રીતે રોકડ અને બેન્ક માંથી રૂપિયા 29,45,000/- ત્રિપુટીએ ઓળવી લીધા હતાં. આ ત્રિપુટીએ એકબીજાની મીલીભગતથી જગદીશભાઈ પ્રજાપતિ અને પત્ની-પુત્ર ના ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
ફરિયાદીનું ફોરેન જવાનું સપનું સાકાર ન થતા તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થતા ભોગ બનનારે રૂપિયા પરત માંગતા માંડ માંડ દોઢ લાખ રૂપિયા પરત મળ્યા હતા. ત્યારબાદ રૂપિયા પરત કરવા અંગે યોગ્ય જવાબ પણ ન મળતા, ટૂંક સમયમાં જ લંડન મોકલી ત્યાં નોકરી આપવાની વાત કરતા આ ત્રિપુટીના અલગ અલગ બહાનાથી પોતે ઠગાઈનો ભોગ બની ગયાં હોવાનું જણાઈ આવતા જગદીશભાઈ પ્રજાપતિ એ મોડાસા ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો, મોડાસા ટાઉન પીઆઇએ ભોગ બનનાર જગદીશભાઈ ધુળાભાઈ પ્રજાપતિની ફરિયાદ લીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ સામે જુદીજુદી કલમ મુજબ ગુનો નોંધી, ત્રણેય આરોપીઓની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
Overbridge: ઓલપાડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત