HomeGujaratPMAAVAASH: પ્રધાનમંત્રી આવાસમાં ભ્રષ્ટાચારની ગંધ - India news gujarat

PMAAVAASH: પ્રધાનમંત્રી આવાસમાં ભ્રષ્ટાચારની ગંધ – India news gujarat

Date:

PMAAVAASH : પ્રધાનમંત્રી આવાસમાં ભ્રષ્ટાચારની ગંધ

PMAAVAASH :સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ સુમન કેશવ આવાસ જેનું લોકાર્પણ આશરે દોઢ થી બે વર્ષ અગાઉ થયું હતું અને જેમાં કેટલાક લોકો રહેવા પણ આવી ચૂક્યા હતા ત્યારે બે વર્ષ અગાઉ થયેલા લોકાર્પણ બાદ જ્યારે લોકો રહેવા આવ્યા ત્યારે દીવાલોમાં મોટી મોટી તિરાડો જોવા મળી હતી આવી ધિરાડો જોતા રહેવા આવેલા સ્થાનિકોમાં એક ભયનો માહોલ પેદા થયો છે તો ક્યાંક ને ક્યાંક આ સુમન કેશવ પ્રધાનમંત્રી આવાસમાં ભ્રષ્ટાચાર થયાનું આક્ષેપ જોવા મળી રહ્યો છે. PMAAVAASH, Latest Gujarati News, India News Gujarat

હજી ઘણા મકાનોમાં લોકો રહેવા પણ નથી આવ્યા

સુમન કેશવ આવાસ માં ઈન્ડિયા ન્યુઝ ની ટીમ એ મુલાકાત લેતા જોવા મળ્યું હતું કે સુમન કે સૌ આવાસ ની ફરતે જે બાઉન્ડ્રી વોલ તૈયાર કરવામાં આવી છે તેમાં મોટી મોટી તિરાડોને ક્યાંક દીવાલો ફાટેલી હાલતમાં દેખાઈ હતી તો બીજી તરફ જ્યારે બિલ્ડીંગના બેઝમેન્ટ એરિયામાં તપાસ કરાતા બેઝમેન્ટ એરિયામાં પણ તિરાડો જોવા મળી હતી ત્યારબાદ જ્યારે ઇન્ડિયા ન્યૂઝ ની ટીમ એ બંધ મકાનો ચેક કરતા હજી તે મકાનોમાં કોઈ રહેવા આવ્યું નથી તેવા મકાનોમાં પણ મોટા મોટા ધિરાડો જોવા મળતા ક્યાંક ને ક્યાંક આ બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે સુમન કેસો આવાસમાં એબીસીડી એવી ચાર ઇમારતો બનાવવામાં આવેલ છે જેમાં એક ઇમારતમાં 14 માળ અને એક માળમાં 10 થી 12 જેટલા મકાનો છે ત્યારે આટલા ઓછા સમયગાળામાં મકાનમાં અને દીવાલોમાં જે તિરાડો પડી રહી છે તો એક પ્રશ્ન ઊભો થાય છે જો આટલા ઓછા સમયગાળામાં આ બનાવ બનતો હોય તો ત્યાં રહેવાવાળા લોકો કેટલા સુરક્ષિત હોઈ શકે તે એક વિચારવાનો વિષય છે. PMAAVAASH, Latest Gujarati News, India News Gujarat

નબળી કક્ષાની કામગીરી કરી હોવાનું દેખાઈ આવ્યું

ગરીબો ને ઘરનું ઘર મળે અને કોઈ પણ પોતાના ઘર વિહોણું ના રહે એમાટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આવાસ યોજના અગર ખરેખર યોગ્ય રીતે બનાવીને સાકાર કરવામાં આવે તો એક આશીર્વાદ સમાન યોજના છે પણ એફોરટેબલ હાઉસિંગ સ્કીમ હેઠડ જે ઠેકેદારો કામ કરે છે તે વધુ નફો કરવાના ચક્કરમાં હલકી ગુણવત્તા નું મટિરિયલ ઉપયોગ કરીને પધરાવી પોતાના ખિસ્સા ભરી લે છે અને લાભાર્થી જ્યારે આવા આવાસો માં રહેવા આવી જાય છે ત્યારે ખબર પડે છે કે આ આવાસ કેટલો ટાઈમ ટકી રહેશે અને અહિયાં રહેવું કેટલું જોખમી છે એ ખબર પડે છે.. હાલમાજ સુરત માં ભૂકંપ નો આચકો અનુભવાયો હતો જેમાં 3.8 ની તીવ્રતા નોંધાઈ હતી પરંતુ એનાથી વધારે તીવ્રતાનો ભૂકંપનો આચકો આવે ત્યારે આવા આવાસો કઈ રીતે ટકી રહેશે એ મોટો પ્રશ્ન ઊભો થાય છે. PMAAVAASH, Latest Gujarati News, India News Gujarat

આ પણ વાંચો :

P.M Modi On Chhath Puja: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે મહાપર્વ છઠની શુભેચ્છાઓ પાઠવી – India News Gujarat

આ પણ વાંચો :

Delhi Mumbai Expressway : PM મોદીએ નવા ભારત તરફ મોટું પગલું ભર્યું – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories