HomeGujaratSurat Police Arrest Rapeist - બાળકીને લાલચ આપીને પીંખી નાકવાના ઇરાદે અપહરણ...

Surat Police Arrest Rapeist – બાળકીને લાલચ આપીને પીંખી નાકવાના ઇરાદે અપહરણ કરનાર નરાધમ ઝડપાયો

Date:

Surat Police Arrest Rapeist – બાળકીને લાલચ આપીને પીંખી નાકવાના ઇરાદે અપહરણ કરનાર નરાધમ ઝડપાયો

  • Surat Police Arrest Rapeist : સુરતમાં સ્થાનિક લોકોની મદદ થી માસૂમ બાળકી ને શિકાર બનાવવા આવેલા વ્યક્તિને પોલીસ ઝડપી પાડવામાં સફળ રહી હતી,,,
  • એક નરાધમ માસૂમ બાળકીને ફોસલાવી ને ડુમસ ખાતે અવાવરું જગ્યા એ લઈ ગયો હતો,, ત્યાં એ આ બાળકીને શિકાર બનાવે તે પહલા એક મહિલાને નરાધમ એ જોઈ જતાં અને શંકા ઊભી થતાં એને આજુબાજુના લોકોને ભેગા કારણે નરાધમ ને પકડીને પોલીસને હવાલે કર્યો હતો,,,
  • જોકે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે..

 

સ્થાનિક લોકોની જગરૂખતા ને કારણે બચી બાળકી,, પોલીસે મહિલાનું સન્માન કરી ઈનામ આપ્યું ..

 

  • સુરતના વેસુ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી કે જે ઘર પાસે આવેલી લોટસ સ્કૂલની બાજુના મેદાનમાં રમતી હતી ત્યારે આ બાળકીની એકલતાનો લાભ લઈને સુરતના ઉધના વિસ્તારમાં દિપેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતો દીપ ચાવલા નામનો 35 વર્ષ નો આ નરાધમ યુવક કે જે મૂળ રાજસ્થાન નો વતની છે બાળકી ઉપર નજર બગાડતા બાળકીને પોતાના ખાનગી ટુ-વ્હીલર પર આવીને લલચાવી ભોંસલાવીને આ બાળકીને ખાવાની વસ્તુ આપવાના બહાને ગાડી પર બેસાડી તેને ટુ વ્હીલર પર સુરતના ડુમસ વિસ્તારમાં લઈ આવ્યો હતો
  • જોકે ડુમસ વિસ્તારમાં આવેલી જાડી ઝાંખરા માં બાળકીને લઈને જઈ તેની સાથે બદકામ કરવાના ઇરાદા સાથે જઈ રહ્યો હતો ત્યારે આ જ વિસ્તારમાં દરિયા કિનારે મકાઈ ભેળની લારી ચલાવતા રમીલાબેન ડોડીયા પટેલ જોડે શંકા જતા તેઓએ તાત્કાલિક ડુમસ પોલીસમાં સંપર્ક કર્યો હતો અને રમીલાબેનના ફોનના આધારે તાત્કાલિક ડુમ્મસ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બીચ ઉપર દોડી ગયા હતા અને આ બાબતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપી હતી તાત્કાલિકા યુવકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જય તેની પૂછપરછ શરૂ કરી હતી
  • ત્યારે આ યુવકે પોતે કરેલા કૃત્ય ની તમામ હકીકત પોલીસને જણાવી હતી જોકે આ સમગ્ર ઘટના સુરતના નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી હોવાને લઈને ડુમસ પોલીસ સ્ટેશન અધિકારી અકિત સૌમ્યા દ્વારા તાત્કાલિક આ મામલે સુરતના નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવી હતી અને આ ત્યારબાદ આ મામલે ગુનો દાખલ કરી આ યુવકની ધરપકડ કરવામાં આવી હતી હાલ દીપ ચાવલા નામનો નરાધમ જેલના સળિયા પાછળ પોહચી ગયો હતો..

 

પોલીસે મહિલાનું સન્માન કરી ઈનામ આપ્યું

 

  • પોલીસ દ્વારા પર્યટન અને પિકનિક સ્પોટ એવા ડુમસ ખાતે નાની મોટી ખાણી પીણી ની ચીજવસ્તુ અને અન્ય વસ્તુ વેચીને ગુજરાન ચલાવતા લોકો સાથે છેલ્લા ઘણા સમય થી સંકલન કરવામાં આવી રહ્યું હતું
  • ત્યારે ત્યાં મક્કાઈ વેચતા રામિલાબેન ની સતર્કતા ને કારણે માસૂમ બાળકીનું હિત સકવાયું હતું અને કોઈપણ અપ્રિય બનાવ બનતા રોકી શકાયો હતો ત્યારે પોલીસ કમિશનર દ્વારા આવી જાગરૂકતા દાખવીને નિર્દોષ બાળકીને બચાવવા માટેના રામિલાબેન નાં પ્રયાશને બિરદાવામાં આવ્યો હતો અને એમને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.. સાથે હોમગાર્ડ જવાન ને પણ ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા
  • અત્યાર સુધી પોલીસ વિભાગ વિષે સામાન્ય જનતામાં જુદી જુદી ઇમેજ લોકો બાંધતા હશે પરંતુ પોલીસનું આવું રૂપ પણ હોય શકે એ કોઈએ પણ વિચાર્યું નહીં હોય મીડિયા માં પણ પોલીસની નાકામી ની વાતો હમેશા હેડલાઇન બનતી હોય છે પરંતુ સુરત પોલીસની આજની આ કામગીરી ખુબજ પ્રસનીય છે જેમાં ગુનો બનતો અટકાવનાર અને બાળકીનું જીવન બચાવનાર મહિલા અને હોમગાર્ડ જેવા નાગરિકોનું સન્માન કરીને ઈનામ આપ્યું છે..

આ પણ વાંચો :

50 Years Old Abdul Arrest :- 17 વર્ષ ની તરૂણીને અપહરણ કરી ગયો હતો

આ પણ વાંચો :

Cardio arrestથી બેભાન થયેલી વ્યકિતનો CPR આપી જીવ બચાવી શકાય

 

SHARE

Related stories

Latest stories