સુરતઃ ઉધના રેલવે યાર્ડ પર ગર્ભવતી મહિલાની લાશ મળી, હત્યારો અઢી વર્ષની બાળકીને છોડી ફરાર-LATEST NEWS
Udhana Railway Yard
સુરતના ઉધના રેલવે યાર્ડમાં મહિલાની હત્યા (Pregnant Woman Murder) કરેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મહિલાનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી અને બાદમાં લાશને રેલવે ટ્રેકના ઘાસ અને પથ્થરની વચ્ચે સંતાડી દીધી હતી. રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. બીજી બાજુ પોલીસને હત્યારાના સીસીટીવી ફૂટેજ પણ હાથે લાગ્યા છે. લાશને સંતાડી દીધા બાદ હત્યારો અઢી વર્ષની બાળકીને રેલવે સ્ટેશન પર છોડી દીધા બાદ ટ્રેનમાં બેસીને ફરાર થઈ ગયો હતો.-
LATEST NEWS
Udhana Railway Yard
પોલીસના જણાવ્યા અનુસારા, મંગળવારની સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ રેલવે પોલીસને મેસેજ મળ્યો હતો કે, ઉધના રેલવે યાર્ડ પર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે. જે બાદ રેલવે પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેમાં રેલ ટ્રેક નંબર સાત અને આઠની વચ્ચે સુકા ઘાસ અને પથ્થરની વચ્ચે લાશને ઢાંકેલી હતી. મહિલાએ બ્લેક સાડી અને ચપ્પલ પહેર્યા હતા. આ ઉપરાંત તપાસકર્તા અધિકારીને મહિલાના ગળા પર નિશાન પણ મળી આવ્યા હતા, જેના પરથી મહિલાનું ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મહિલા સાતથી આઠ મહિનાની ગર્ભવતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસને આશંકા છે કે, મહિલા બિહાર અથવા ઓડિશાની વતની હોઈ શકે છે..-LATEST NEWS

હત્યાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી તપાસમાં સામે આવ્યું હતું કે, ઉધના રેલવે યાર્ડ પર ગર્ભવતી મહિલાની હત્યા કર્યાં બાદ હત્યારો અઢી વર્ષની બાળકી સાથે રિક્ષામાં બેસીને સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. અને સુરત રેલવે સ્ટેશન પર અઢી વર્ષની બાળકીને ત્યાં જ છોડીને તાપ્તિગંગા ટ્રેનમાં બેસીને ફરાર થઈ જાય છે.-LATEST NEWS
Udhana Railway Yard
સીસીટીવી ફૂટેજમાં મૃતક ગર્ભવતી મહિલાની સાથે અઢી વર્ષની બાળકી જોવા મળી છે. તો મહિધરપુરા પોલીસે અઢી વર્ષની બાળકીનો કબજો લીધો છે. જો કે, હજુ સુધી મૃતક મહિલા અને હત્યારાની ઓળખ થઈ નથી. બંનેની ઓળખ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. તેવામાં એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતક મહિલા અને હત્યારો પતિ-પત્ની હોઈ શકે છે.-LATEST NEWS