HomeBusinessSolar Penal : SRK GROUP દ્વારા કર્મચારીઓને સોલર પેનલની ભેટ : India...

Solar Penal : SRK GROUP દ્વારા કર્મચારીઓને સોલર પેનલની ભેટ : India News Gujarat

Date:

 

Solar Penal – SRK GROUP દ્વારા કર્મચારીઓને સોલર પેનલની ભેટ

  • સમગ્ર દેશમાં નીચલા વર્ગના કર્મચારીઓ અને મધ્યમ વર્ગીય પરિવારોને મજૂરી કામ કરતા લોકો વર્ષમાં એક જ તહેવારની રાહ જોઈ છે અને તે છે દિવાળી આ તહેવારનો રાહ જોવાનું કારણ પણ છે અને તે કારણ છે કે દિવાળી તહેવાર આવે એટલે પોતપોતાના માલિકો પાસેથી તેઓ ભેટ, બોનસ ના રુપે આશીર્વાદની રાહ જોતા હોય છે. આની ખબર જે તે ઉપલાવર્ગના અધિકારીઓ અને માલિકોને ખબર હોય છે અને સ્નેહ રૂપે પોતાના કર્મચારીઓને ખુશ રાખવા જે તે પ્રયત્નો પણ કરતા હોય છે અને આવોજ એક પ્રયત્ન સુરતનાં જાણીતા હીરા ઉધ્યોગપતિ પણ કર્યો છે.

Solar Penal – 1000 જેટલા કર્મચારીને દિવાળી બોનસમાં સોલર પેનલ મળી

 

  • સુરતમાં ડાયમંડ કિંગ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલા જાણીતા ઉધ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના કર્મચારીઓ ને અનોખી ભેટ આપણે ખુશ કરી દીધા છે,, વડાપ્રધાન મોદીનાં સોલાર પાવર જનરેસનનાં સપનાંને આગળ વધારતા તેમણે પોતાના કર્મચારીઓને આ વર્ષે સોલાર પેનલ ભેટ સ્વરૂપે આપણે આગામી 25 વર્ષ સુધી વીજળીનાં બિલ ભરવામાંથી મુક્તિ આપી દીધી છે,, આમઆદમી પાર્ટીનાં ફ્રી વીજળીના વાયદાને કચડી નાખીને સવજીભાઈએ પોતાના હજારો કર્મચારીઓને સોલાર પેનલ ભેટ આપતા હવે દિવાળીમાં દરેક કર્મચારીના ઘરમાં અનોખો ઉજાસ ફેલાવી દીધો છે,,

Solar Penal – ધોળકિયા પરિવારની અનોખી પહેલ
કર્મચારીઓને દર વર્ષે આપેછે અનોખી રીતે ભેટ

 

  • ઉદ્યોગપતિ અને એસઆરકે ગ્રુપના ચેરમેન ગોવિંદ ધોળકિયા કે જેઓ ડાયમંડ કિંગ તરીકે સુરત અને ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં વિખ્યાત છે. આ દિવાળીના તહેવારને લઈ ગોવિંદ ધોળકિયા દ્વારા પોતાના કર્મચારીઓને રોકડા રૂપિયા, દાગીના, કીમતી ચીજ વસ્તુઓ નહીં પરંતુ એક અનોખી જ ભેટ સ્વરૂપે સોલાર પેનલ અપાઈ રહી છે. આજ સોલાર પેનલ આપવા પાછળનું મુખ્ય કારણ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે આ સોલાર પેનલ થી લોકોના ઘરની વીજળીની બચત થશે અને આનાથી પર્યાવરણની જાળવણી પણ કરી શકાશે જેથી આ દિવાળી નિમિત્તે લોકોમાં પર્યાવરણ જાળવણીનો એક સંદેશો પણ છે તે હેતુથી આ ભેટ 1000 જેટલા કર્મચારીઓને એસઆરકે ગ્રુપ તરફથી અપાઈ રહી છે.
  • ગોવિંદભાઇ લોકઉપયોગી કાર્યોમાં સદાઅગ્રેસર રહે છે જેમાં તેઓએ પહેલા પોતાના સંપૂર્ણ ગામને સોલર વિલેજ બનાવીને આખા ગામમાં વીજળી ફ્રી મળી રહે એવું કાર્ય કર્યું હતું ત્યાર બાદ 750 જેટલા શહીદ પરીવારોને એમના ઘર સોલાર પેનલ ભેટ આપી હતી અને હવે પોતાના કર્મચારીઓને આ રીતે ભેટ આપીને અનેક ઘરોમાં સોલાર લાઇટ મારફતે ઉજાશ ફેલાવાનું કાર્ય કર્યું છે..
  • આ પણ વાંચો

First solar village in the country – ગુજરાતનું આ ગામ બન્યું દેશનું પ્રથમ સોલર વિલેજ

આ પણ વાંચો

Solar Eclipse આજે મધ્યરાત્રિએ થશે શરૂ 

 

SHARE

Related stories

Latest stories