700થી વધુ ડેલિગેટ્સ અને કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં સુરત શહેરને અલગ-અલગ કેટેગરીમાં પાંચ એવોર્ડ મળ્યા–India News Gujarat
Surat શહેરના સરથાણા કન્વેશન સેન્ટર ખાતે આજથી ત્રિ-દિવસીય Smart City Summit 2022 નો દબદબાભેર પ્રારંભ થયો હતો. 700થી વધુ ડેલિગેટ્સ અને કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં આજથી શરૂ થયેલા સમિટમાં સુરત શહેરને અલગ-અલગ કેટેગરીમાં પાંચ એવોર્ડ મળ્યા છે.
- જ્યારે અમદાવાદને (Ahmedabad) બે અને વડોદરાને (Vadodara) એક સ્માર્ટ સિટી એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું. સુરત અને ઈન્દોર શહેરને પ્રથમ ક્રમાંકની સ્માર્ટ સિટીનો સંયુક્ત એવોર્ડ મળ્યો છે.
- દેશભરમાં સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમાંકમાં સુરત અને ઈન્દોરને સંયુક્ત એવોર્ડ મળ્યો
- અર્બન મોબિલીટી અને ઈનોવેશન આઈડિયામાં સુરતને બીજો ક્રમ મળ્યો
- બન્ને શહેરોને અલગ-અલગ કેટેગરીમાં પાંચ-પાંચ એવોર્ડ મળ્યા
સ્માર્ટ સિટી સમિટ-2022ના પહેલા દિવસે આજે દેશભરની 100 સ્માર્ટ સિટી દ્વારા વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીનું મુલ્યાંકન કરીને તેઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વધુ એક વખત સુરતનો ડંકો વાગ્યો છે. સમગ્ર રાજ્યમાં સુરત શહેરને સૌથી વધુ પાંચ એવોર્ડ મળ્યા છે. જે પૈકી દેશભરમાં સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમાંકમાં સુરત અને ઈન્દોરને સંયુક્ત એવોર્ડ મળ્યો હતો.
આ સિવાય અર્બન મોબિલીટી અને ઈનોવેશન આઈડિયામાં સુરતને બીજો ક્રમ મળ્યો હતો. સુરત અને ઈન્દોર સ્માર્ટ સિટી એવોર્ડમાં વધુ એક વખત અગ્રેસર રહ્યા હતા. આ બન્ને શહેરોને અલગ-અલગ કેટેગરીમાં પાંચ-પાંચ એવોર્ડ મળ્યા છે. આ સિવાય રાજ્યના અન્ય બે શહેરો અમદાવાદ અને વડોદરાને પણ અનુક્રમે બે અને એક એવોર્ડ સાથે ગુજરાતને સ્માર્ટ સિટી 2022માં કુલ આઠ એવોર્ડ મળ્યા છે.
સુરતીઓ આફતને અવસરમાં પલટવાનું કૌશલ ધરાવે છે–India News Gujarat
કાર્યક્રમ દરમિયાન સુરત અને સુરતીઓના ભરપેટ વખાણ કરતાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સુરત શહેર અને સુરતીઓ હંમેશા ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી પણ ઉભા થવાની તાકાત ધરાવે છે. પ્લેગ હોય, પૂર હોય કે કોરોના જેવી મહામારી, દરેક તબક્કે સુરતીઓ બમણા ઉત્સાહ સાથે આફતને અવસરમાં બદલતા આવ્યા છે. આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં સુરત શહેર ટેક્સટાઈલ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સમગ્ર દુનિયાના વિકાસશીલ શહેરોમાં સુરત અવ્વલ છે અને હવે સુરતના વહીવટી તંત્ર દ્વારા આગામી 25 વર્ષને ધ્યાને રાખીને વિકાસની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.
સ્માર્ટ સિટી માટે 100 શહેરો નક્કી કરવામાં ત્રણ વર્ષ લાગ્યાઃ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર–India News Gujarat
કેન્દ્ર સરકારના હાઉસિંગ અને અર્બન અફેર્સ પ્રધાન કૌશલ કિશોરે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીનો જે સંકલ્પ કરવામાં આવ્યો હતો તે હવે સાકાર થઈ રહ્યો છે. હાલ દેશની કુલ વસ્તીના 31 ટકા લોકો શહેરોમાં વસવાટ કરી રહ્યા છે અને આગામી 2030 સુધીમાં આ આંકડો 40 ટકાએ પહોંચશે. આ સ્થિતિમાં શહેરમાં વસવાટ કરતાં નાગરિકોના સર્વાંગી વિકાસની સાથે સાથે માળખાગત તથા આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આ યોજના સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
2011ની વસ્તી ગણતરીના આધારે હાલ દેશના જીડીપીનો કુલ 63 ટકા હિસ્સો શહેરીકરણને આભારી છે. જે આગામી સમયમાં વધીને 75 ટકા સુધી પહોંચશે. આ સ્થિતિમાં શહેરોમાં વસ્તીના ભારણને ધ્યાને રાખીને સ્વચ્છ ભારત મિશન યોજના અને સ્માર્ટ સિટી યોજના હેઠળ શહેરીજનોને મહત્તમ સુવિધાઓ મળી રહે તે સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. અલબત્ત, તેઓએ આ દરમિયાન દેશભરમાં 100 સ્માર્ટ સિટી નક્કી કરવા માટે જે ત્રણ વર્ષનો સમયગાળો લાગ્યો હતો, તે સંદર્ભે પોતાની નારાજગી વ્યક્ત પણ વ્યક્ત કરી હતી.
તમે આ વાંચી શકો છો: surat-17 year old sagira drowned in dumas beach:સુરતના ડુમસ બીચમાં 17 વર્ષીય સગીરાનું ડુબી જતાં મોત
તમે આ વાંચી શકો છો: Home built school and library to teach daughter સ્કૂલની મોંઘી ફીથી કંટાળીને માતાએ શરૂ કર્યું હોમ સ્કુલિંગ