HomeGujaratS.Jaishankar Visit Surat- વિદેશમંત્રી એસ જયશંકર ની સુરતની મુલાકાત

S.Jaishankar Visit Surat- વિદેશમંત્રી એસ જયશંકર ની સુરતની મુલાકાત

Date:

S.Jaishankar Visit Surat- વિદેશમંત્રી એસ જયશંકર ની સુરતની મુલાકાત

  • S.Jaishankar Visit Surat : વિદેશમંત્રી એસ.જયશંકર સુરતની મુલાકાતે આવ્યા હતા
  • અને જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી ત્યારે તેઓ સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ તૈયાર કરાયેલ સૌથી અધ્યતન કમાન એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત કરી હતી.
  • સમગ્ર સુરતમાં 2600 જેટલા સીસીટીવી કેમેરાથી SMC નજર રાખી રહ્યું છે.
  • આ કંટ્રોલરૂમ કઈ રીતે કામ કરે છે અને એની શું ઉપયોગિતા છે એવિશે વિદેશમંત્રીએ ખુદ જાણકારી લીધી હતી..
  • સેન્ટરની મુલાકાત બાદ આ કંટ્રોલ રૂમની તેઓએ ખૂબ વખાણ કર્યા હતા

 

SMCના કમાન એન્ડ કંટ્રોલ સેન્ટરની વિદેશમંત્રીએ કરી મુલાકાત

  • સુરત મહાનગરપાલિકા હમેશા નવા નવા પ્રોજેકટો અને આવિષ્કારો ને કારણે દેશ વિદેશમાં પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરતું રહે છે..
  • ત્યારે હાલમાં જ પ્રધાનમંત્રીનાં હસ્તે ઉદ્ઘાટન થયેલ અધ્યતન કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર હાલ સૌનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે,, એસએમસી ના મહત્વના જુદા જુદા પ્રોજેક્ટ માનો એક પ્રોજેક્ટ એવા આ પ્રોજેક્ટ ને કારણે સુરત નાં લોકો ચેન થી શૂઈ શકેછે,,
  • એસએમસી એ તૈયાર કરેલ કમાન એન્ડ કંટ્રોલથી સમગ્ર સુરત ઉપર સુરત મહાનગરપાલિકા એક જ જગ્યાએ તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. સુરત મહાનગરપાલિકાની મહત્વની જગ્યાઓ અને કચેરીઓ ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
  • શહેરમાં કુલ જુદી જુદી 2600 થી વધુ જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે. જે અંતર્ગત મહાનગર પાલિકાને કોઈપણ રોડ રસ્તામાં સમસ્યા ઉભી થાય કે અન્ય SMCની જગ્યા ઇમરજન્સી જરૂરિયાત ઊભી થાય તો આ કેમેરાના મધ્યમથી ત્યાં ટીમને તાત્કાલિક મોકલી શકાય છે. તે પ્રકારની સમગ્ર વ્યવસ્થા ઉભી કરી છે.
  • ત્યારે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની વિદેશમંત્રી એસ.જયશંકર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમની સાથે કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ સહિત શહેરના મેયર હેમાલિબેન બોગયવાળા, પાલિકાના કમિશનર, સુરત પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમ્યાન મળેલી માહિતીથી આશ્ચર્ય થયું,
કઈક નવું શીખવા મળ્યું છે : ડો એસ. જયશંકર

  • વિદેશમંત્રી એસ.જયશંકર સુરતની મુલાકાતે હતા. દરમિયાન તેમણે મહાનગરપાલિકાના કમાન એન્ડ કંટ્રોલ સ્ટેશનની મુલાકાત કરી હતી. આ કંટ્રોલ સેન્ટર કઈ રીતે કાર્ય કરે છે તેને લઈ સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલીની અગ્રવાલએ વિસ્તૃતમાં સમજણ આપી હતી.
  • જે જોઈ અને સમજી વિદેશમંત્રી એસ જયશંકર પણ અભિભૂત થઈ ગયા હતા. ગુજરાતમાં પ્રથમ મહાનગરપાલિકા છે જેણે આ પ્રકારનું કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર ઊભું કર્યું છે. જોકે દેશના અન્ય મેટ્રો સિટીમાં આ પ્રકારે સેન્ટર બનાવવામાં આવ્યા છે પરંતુ સુરત જેટલુ અધ્યતન અને ટેકનોલોજી સભર કમાન એન્ડ કંટ્રોલ વ્યવસ્થા નથી,,
  • આ પ્રકારનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સમગ્ર દેશમાં પ્રથમ બની રહ્યું છે. તેને જ લઈ દેશના પ્રધાનમંત્રી દ્વારા આ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટરની તમામ વિસ્તૃત માહિતી એસ જયશંકરને આપી હતી. જે માહિતીને લઈ દેશ-વિદેશ ફરતા ખુદ વિદેશમંત્રી પણ આશ્ચર્યચકિત થયા હતા.
  • સુરત મહાનગરપાલિકાના કમાન એન્ડ કંટ્રોલ અને સુરત પોલીસ દ્વારા ચાલી રહેલા સીસીટીવી કંટ્રોલરૂમ વિશેની માહિતી સાંભળી પોતે કંઈક નવું શીખ્યા હોવાનું જણાવ્યું હતું. વિદેશમંત્રી એસ જયશંકરે જણાવતા કહ્યું હતું કે હું વિદેશમંત્રી છું, દેશ-વિદેશ ફરી રહ્યો છું. ત્યારે અનેક જુદી જુદી બાબતો મને જાણવાનો મોકો મળે છે.
  • પરંતુ SMCનો આ કમાન એન્ડ કન્ટ્રોલ સેન્ટર જે મેં જોયું અને સાંભળ્યું તે લઈ ખરેખર મને ખૂબ જ આનંદ થયો છે. આજે અહીંથી મને કંઈક નવું જાણવા મળ્યું છે. હવે આ તમામ બાબત હું ગર્વભેર અન્યને પણ જણાવી શકીશ. આ તમામ માહિતી આપવા બદલ અને મને આ કંટ્રોલરૂમની મુલાકાત કરાવવા બદલ સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ અને સુરતના સાંસદ દર્શના જરદોશનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમે પણ આ વાંચી શકો છો-

surat murder :- શારીરિક સંબંધ બાંધવા રૂપિયા ૯૦૦ આપેલ તેમ છતા મહિલા એ યુવાનને ના પાડતા કરી હત્યા

તમે પણ આ વાંચી શકો છો-

Surat Crime News : ચાર સંતાનોનો મુસ્લિમ બાપ 17 વર્ષની હિન્દુ તરૂણીને ભગાવી ગયો

SHARE

Related stories

Latest stories