Rubber Girl અન્વી એ સંસ્કારકુંજ જ્ઞાનપીઠની શાળાનું ગૌરવ વધાર્યુ- India News Gujarat
સુરત શહેરના નરથાણ ખાતે આવેલી સંસ્કારકુંજ જ્ઞાનપીઠની વિદ્યાર્થિની કે જેણે Rubber Girl તરીકે સમગ્ર દેશમાં પોતાની ઓળખ ઉભી કરી છે તે અન્વી વિજય ઝાંઝરુકીયાએ દિવ્યાંગ હોવા છતા યોગ ક્ષેત્રમાં નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યુ છે. ત્યારે 1લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીના અનુસંધામાં પાટણ ખાતે આયોજીત કાર્યક્રમમાં Rubber Girl અન્વીને રાજ્યના નાગરિકોને અપાતા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગુજરાત ગરિમા એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે Rubber Girl અન્વીને ગુજરાત ગરિમા એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો હતો.- India News Gujarat
Rubber Girlને અગાઉ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યા છે- India News Gujarat
સંસ્કારકુંજ વિદ્યાપીઠની વિદ્યાર્થિની Rubber Girlઅન્વીને વર્ષ 2020માં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો હતો તેમજ વર્ષ 2022માં પ્રધાન મંત્રી બાલ પુરસ્કાર Rubber Girl અન્વીને આપવામાં આવ્યો હતો. વર્ષ 2022ના ગુજરાત ગરિમા એવોર્ડના આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સહકારીતા મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ સાથે આ કાર્યક્રમમાં Rubber Girl અન્વીને મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલના હસ્તે મોમેન્ટો, પ્રસસ્તી પત્ર એનાયત કરવામાં આવ્યુ હતું. તેમજ તેનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યુ હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પોતાના વક્તવ્યમાં Rubber Girl અન્વીની આ સિધ્ધીને બિરદાવવામાં આવી હતી. તેમજ ભાવિ જીવન માટે શુભ કામનાઓ પાઠવવામાં આવી હતી. તેમણે Rubber Girl અન્વીના માતા પિતાની કેળવણી સહિત સંસ્કારકુંજ વિદ્યાપીઠ ખાતે પરેશ પટેલ દ્વારા આપવામાં આવતી તાલિમ અને હુંફના પણ વખાણ કર્યા હતા. સાથો સાથ તેમણે એવુ પણ જણાવ્યુ હતું કે, દિવ્યાંગ બાળકોના માતા પિતા પણ Rubber Girl અન્વીની કેળવણી અને સિધ્ધીઓમાંથી પ્રેરણા લે એવી તેમણે અપીલ કરી હતી. આ સન્માન બદલ Rubber Girl અન્વીને સમગ્ર ઝાંઝરૂકિયા પરિવાર સહિત મેઘાણી પરિવાર, શાળા સંચાલક પરેશ પટેલ, પિયુષભાઇ પટેલ, યોગ કોચ નમ્રતા વર્મા, શાળા ક્રમાંક 318ના શિક્ષકો, શ્રીલેખા રેસીડન્સીના મહેશભાઇ અને તમામ રહીશો દ્વારા શુભ કામના પાઠવવામાં આવી છે.– India News Gujarat