Police Suicide: વાત કરીએ મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા મામલાની તો.. મહિલા અન્ય કોઈ પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ માં હતી અને છેલ્લા દસ દિવસથી બંને વચ્ચે સંપર્ક નહીં થઈ શકતા હતાસા માં આવીને મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રથિમક તપાસ માં સામે આવ્યું છે.
Police Suicide: પ્રશાંત લગ્ન કરવા કરી રહ્યો હતો ઉતાવળ
સુરતના સિંગણપોરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં પ્રેમસંબંધના ખુલાસા સામે આવ્યા છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે 3 વર્ષથી પ્રેમસંબંધ હતો. પ્રેમી લગ્ન માટે ઉતાવળમાં હતો. જોકે મહિલા કોન્સ્ટેબલ એવું માની રહી હતી કે પ્રેમીને લગ્ન કરવાની જલદી હોવાથી તે કદાચ બીજે પણ લગ્ન કરી લેશે. એમાં પ્રેમી વતન જતાં ત્યાં તેની સાથે અકસ્માત સર્જાયો હતો અને વતનમાં નેટવર્ક ઓછું હોવાના કારણે 10 દિવસથી સંપર્ક ન થતાં મહિલા કોન્સ્ટેબલ ડિપ્રેશનમાં આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે સાથી પોલીસે પ્રેમીની પૂછપરછ પણ કરી છે.
સિંગણપોર કંથેરિયા હનુમાન મંદિર પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના મહેન્દ્રભાઈ ચૌધરીએ સોમવારે સાંજે તેના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોમવારે હર્ષના પોતાની ફરજ પર ગઈ નહોતી. પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી તેની રૂમમેટ જિગીષા વતનથી શિન-રવિની રજા પરથી પરત આવી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સિંગણપોર પોલીસે દરવાજો તોડતાં કોન્સ્ટેબલ મૃત અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવી હતી.
મહિલા કોન્સ્ટેબલની મળી આવી હતી સુસાઈડ નોટ
મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે ‘મમ્મી-પપ્પા અને બહેન-ભાઈ મને માફ કરી દેજો. હું જિંદગીથી કંટાળી ગઈ છું. કોઈ પર વિશ્વાસ કર્યો હતો, તેણે જ વિશ્વાસ તોડી દીધો છે, જેથી હવે કોઈની પર વિશ્વાસ ના કરવો. મને માફ કરજો અને તમારા બધાનું જ ધ્યાન રાખજો.’ એવા ઉલ્લેખ વચ્ચે આ લેડી કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસ કોલ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોંયેને કર્યાનું બહાર આવ્યું હતું.
આ અંગે DCP પિનાકિન પરમારે જણાવ્યું હતું કે હર્ષના અને પ્રશાંત વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સાથે બંને લગ્ન પણ કરવાનાં હતાં. એ અંગે બંનેના પરિવારને પણ જાણ હતી. પ્રશાંત મૂળ ડાંગ જિલ્લાનો વતની છે. તે છેલ્લા 10 દિવસથી વતન ગયો હતો અને ત્યાં બાઈક સ્લિપ થવાને કારણે તેને ઈજા પણ પહોંચી હતી. ડાંગ જિલ્લામાં સિગ્નલ ઓછું આવતું હોવાથી હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો નહોતો. હર્ષના અને પ્રશાંતનો છેલ્લા 10 દિવસથી કોઈ સંપર્ક થયો નહોતો. પ્રાથમિક તબક્કે સંપર્ક ન થવાના કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આ કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હર્ષનાએ આ પહેલાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. મિત્રવર્તુળની પણ તપાસ કરતાં એક વર્ષ પહેલાં આખા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
Overbridge: ઓલપાડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત