પ્રધાનમંત્રી દમણ ખાતેના કાર્યક્રમમાં જવા સુરત એરપોર્ટ ખાતે મંગળવારે બપોરે ઉતરાણ કરતાં ભાજપના તમામ અગ્રણીઓએ એરપોર્ટ પર પીએમને આવકાર્યા હતાં. મોદી દર વખત કરતાં બધા ને હાથ મિલાવીને મળી અલગ જ મિજાજમાં જણાયાં હતાં. સી.આર.પાટિલથી લઈ તમામ ધારાસભ્યો અને પક્ષ અગ્રણીઓ સાથે હળવા મૂડમાં પણ જણાતા હતાં. આથી ભાજપમાં નવો જોમ ઉત્સાહનો સંચાર થયો છે. લોકસભા ચૂંટણીને હવે 10 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે સુરત ભાજપએ તો આપ પક્ષમાં ભંગાણ પાડ્યું છે. ઉપરાંત ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિ કેસ રાહુલ ગાંધી સામે કરવાના કેસમાં કોર્ટ ચુકાદાની બાબતે પણ રાજકારણ ગરમાયું છે.
PM સુરત એરપોર્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ સહિત ધારાસભ્યને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ સુરત ઉતરાણ કરતાં હતાં ત્યારે પ્રોટોકોલ પ્રમાણે કમિશનર, કલેક્ટર, મેયર અને સાંસદ જ મળતાં જણાતા હતાં. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી પક્ષના તમામ અગ્રણીઓને પણ મળી રહ્યાં છે. મંગળવારે એરપોર્ટ ખાતે સી.આર.પાટિલ, તમામ ધારાસભ્યો તથા ભાજપ પક્ષના અગ્રણીઓ, પક્ષ આગેવાનોને પણ મળ્યાં હતાં.