HomeTrending NewsMassive Fire in Daman Industry: એલ્કા પાવર કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ...

Massive Fire in Daman Industry: એલ્કા પાવર કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું-INDIA NEWS GUJARAT

Date:

આગ ઉપર કાબુ મેળવવા ફાયરની ટીમ ઘટના સ્થળે

સંઘ પ્રદેશ દમણના સોમનાથ વિસ્તારના એક કંપનીમાં ભીસણ આગ લાગી હતી. આજુબાજુ રહેણાંક વિસ્તાર પણ હોવાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ની ટીમ પણ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા.બનાવની વિગત મુજબ દમણના સોમનાથ ના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એલ્કા પાવર નામની કંપનીમાં કોઈ કારણસર આગ લાગી હતી.

શરૂઆતમાં કંપનીના એક ભાગમાં આગ લાગી હતી .પરંતુ અંદર મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડીવારમાં આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને કંપનીનો મોટો ભાગ આગની જવાળાઓ માં લપેટાઈ ગયો હતો. જેને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે કંપનીની આજુબાજુ પતરાઓની આડસ હોવાને કારણે ફાયર બ્રિગેડ ની ટીમોને પણ આગ પર કાબુ મેળવવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાની ના અહેવાલ નથી. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

SHARE

Related stories

Latest stories