સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી અને દહીં ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. પરંતુ બંનેને સાથે મિક્સ કરી દઈએ તો તે ત્વચા માટે ઘણું ફાયદાકારક હોય છે. ત્વચા માટે સ્ટ્રોબેરી અને દહીંનું મિશ્રણ એક લાભદાયક ફળ છે તો બીજી તરફ દહીંમાં કેલિશ્યમ અને પ્રોટીનનો ઘણો સ્ત્રોત છે. ગરમીના વાતાવરણમાં તે બંને જ તાજગી અને ઠંડક આપે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્ટ્રોબેરી અને દહીં બંને ત્વચા માટે ખુબ જ ઉપયોગી અને ફાયદાકારક હોય છે. બંનેમાંથી એવા ગુણો મળે છે જેનાથી તમારી ત્વચાનો રંગ પ્રાકૃતિક રીતે નિખરે છે. પરંતુ જો બંનેનું મિશ્રણ કરવામાં આવે તો તે ત્વચા માટે ઘણું બધું ફાયદાકારક બની જાય છે. જ્યાં એક તરફ સ્ટ્રોબેરી સ્વાસ્થય માટે એક લાભદાયક ફળ છે ત્યાં બીજી તરફથી દહીં કેલિશ્યમ અને પ્રોટીન માટે પણ ખુબ જ સારો સ્ત્રોત છે. જે સ્વાસ્થયને આશ્ચર્યજનક લાભ આપે છે.
સ્ટ્રોબેરી અને દહીંનું માસ્ક
સ્ટ્રોબેરી અને દહીંનું માસ્ક બનાવવા માટે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તાજી સ્ટ્રોબેરીને લઈને કાપી લો, અને તેને પીસીને પેસ્ટ બનાવી લો. હવે સ્ટ્રોબેરીની આ પેસ્ટમાં ૨ મોટા ચમચા દહીં ભેળવી દો. ત્યારબાદ બંનેને સારી રીતે ભેળવીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. પછી સ્ટ્રોબેરી અને દહીંની આ પેસ્ટને ચહેરા પર લગાવો. અને તેને ૨૦ મિનિટ સુધી લગાવી રાખો અને ચહેરો ધોઈ નાખો.
ત્વચાને હાઈડ્રેટ કરો અને કરચલીથી બચો
સ્ટ્રોબેરી અને દહીંને પ્રાકૃતિક મિશ્રણમાં ત્વચાને ભેજવાળી રાખવાનો ગુણ હોય છે જે તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝર કરીને ત્વચાને નરમ અને કોમળ બનાવી રાખે છે. આ ઉપરાંત સ્ટ્રોબેરી અને દહીંના મિશ્રણમાં વિટામીન સી ભરપુર માત્રા હોય છે, જે તમારી ત્વચામાં પોષણ અને કોલેજનનું ઉત્પાદન વધારે છે જેનાથી કરચલીઓ દૂર થઇ જાય છે. આ રીતે ત્વચાને હાઈડ્રેટ કરવી અને કરચલીઓને દૂર કરવા માટે સ્ટ્રોબેરી અને દહીંની પેસ્ટ લગાવો.
ત્વચાનું ઓયલ અને ખીલને દૂર કરો
સ્ટ્રોબેરી અને દહીંનું મિશ્રણ ત્વચાને ઓયલમુક્ત કરવામાં મદદ કરે છે. વિટામીન સી યુક્ત પ્રાકૃતિક ફેસ પેક ત્વચાના સીબમના ઉત્પાદનને ઓછુ કરે છે જેનાથી તમારી ત્વચા ઓયલ ફ્રી અને તાજા રહે છે. આ ઉપરાંત સ્ટ્રોબેરીમાં રહેલ એન્ટીઓક્સાઈડની માત્રા અને દહીંના એન્ટીબેક્ટેરીયલ ગુણ ખીલને દૂર કરવામાં મદદ કરે છે. એન્ટીઓક્સાઈડ રોમ છિદ્રોથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને એન્ટીબેક્ટેરીયલ ગુણ ખીલ પેદા કરનાર બેકટેરિયાને નષ્ટ કરી દે છે.
પ્રાકૃતિક સનસ્ક્રીન
સ્ટ્રોબેરી અને દહીંનું મિશ્રણ પાકૃતિક સનસ્ક્રીનનું કામ કરે છે. તેમાં હાજર એલગિક એસીડ સૂર્યના નુકસાનદાયક યુવીએ અને યુવી કિરણોથી બચાવ કરે છે. આ સાથે જ દહીં અને સ્ટ્રોબેરીના મિશ્રણની અંદર સોજો દૂર કરવાના ગુણ રહેલા હોય છે જે તમને સનબર્નથી આરામ અપાવે છે. આ ઉપરાંત પોતાના એસીડીક ગુણના કારણે સ્ટ્રોબેરી અને દહીંનું મિશ્રણ પ્રાકૃતિક બ્લીચીંગ એજન્ટનું કામ કરે છે અને તમારી સ્કીનને નિખારે છે.