HomeToday Gujarati NewsMade of Gold Silver & Diamond Teeth/સોના,ચાંદી,ડાયમંડ, થી બનાવેલા ચોખઠા/India News Gujarat

Made of Gold Silver & Diamond Teeth/સોના,ચાંદી,ડાયમંડ, થી બનાવેલા ચોખઠા/India News Gujarat

Date:

સોના,ચાંદી,ડાયમંડ, થી બનાવેલા ચોખઠા
સુરતમાં તૈયાર થાય છે અનોખા ચોખઠા
લાખોની કિમતના ચોખઠાનો વિદેશમાં પણ ભારી માંગ
આ પ્રકારના ચોખઠા બનાવનાર સુરત પ્રથમ

સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છે. ત્યારે સુરત અવનવી વસ્તુઓ બનાવવા માટે પણ જાણીતું છે. કારણ કે સુરતમાં અવનવી વસ્તુ ચર્ચા જગાવે તેવી જ્વેલરીઓ પણ બની રહી છે. મહત્વની વાત છે કે, ડાયમંડ સિટી સુરતમાં સોના-ચાંદી, નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડના દાગીનાઓ તો બને જ છે પરંતુ હવે સુરત શહેરમાં સોના ચાંદીના તેમજ નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ તેમજ મોઝોનાઇટ ડાયમંડમાંથી ચોખઠા પણ બનાવવામાં આવી રહ્યા છે.
સુરત હવે એક નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે જેમાં આપ જાણીને ચોંકી જશો કે એવી તો કઈ વસ્તુ બનાવાય જઈ રહ્યું છે જેના થી નવી ઓળખ મળશે,, તો આ વાત છે ચોખઠા બનાવવાની જે ચોખઠા ની અંદાજિત કિમત 25 લાખ રૂપિયા સુધીમાં તૈયાર થતા હોય છે. ત્યારે સુરતના એક જ્વેલર્સ દ્વારા આ પ્રકારના ચોખઠા બનાવવામાં આવી રહ્યા છે. આ ચોખઠામાં 16 દાંત બનાવવામાં આવે છે જેમાં આઠ દાત મોઢાની ઉપરની સાઈડના અને આઠ દાંત નીચેની સાઈડના હોય છે. આ 16 દાંતમાં સોના ચાંદીની સાથે સાથે અંદાજીત 2000 જેટલા ડાયમંડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી વખત લોકો આ ચોખઠામાં અલગ અલગ પ્રકારની ડિઝાઇનો પણ લગાવતા હોય છે. જેમાં કોઈ વ્યક્તિ હાર્ટ શેપ, તો કોઈ વ્યક્તિ ગનની સેપની ડિઝાઇન આ ચોખઠામાં ફીટ કરાવતા હોય છે.
આ ચોખઠાની બનાવટ એ પ્રકારની હોય છે કે જેમ લોકો અન્ય જ્વેલરી જેમ કે, વીટી, નેકલેસ કે, પછી કાનમાં પહેરવાની બુટી રેગ્યુલર રીતે પહેરતા હોય છે અને તેને કાઢી પણ શકતા હોય છે. તે જ પ્રકારે સોના ચાંદી અને હીરામાંથી બનાવવામાં આવેલા આ દાંતના ચોખઠા સરળતાથી પહેરી પણ શકાય છે અને તેને કાઢી પણ શકાય છે. યુવક અને યુવતીઓ બંને આ જવેલરીનો ઉપયોગ કરી શકે છે. એક ચોખઠું તૈયાર કરવામાં અંદાજે 15 દિવસનો સમય લાગતો હોય છે અને ત્રણથી પાંચ લોકોની મહેનત આ ચોખઠું બનાવવામાં થતી હોય છે. આ ચોખઠું બનાવવામાં ચાંદી ઉપરાંત 10 કેરેટ ગોલ્ડ 14 કેરેટ ગોલ્ડ અને 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરી શકાય છે.

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories